Jamnagar તા. ૫
જામનગર જીલ્લાની તમામ અદાલતો માં ૧ લી જુલાઈ થી આવનારા ત્રણ અંતર્ગત- નાલસા તથા એમસીપીસી દ્વારા ‘મીડિયેશન ફોર ધ નેશન’ અન્વયે ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્ય ની તમામ કોર્ટ માં પડતર કેસો માં મધ્યસ્થીકરણ કરાવી સુખ:દ સમાધાન લાવવા માટે આયોજન કરવામા આવેલ છે,
જામનગર જીલ્લાની અદાલતમાં પડતર કેસાના લાગતા વળગતા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ ના કેસ જો સમાધાન લાયક કેસો માં આવતા હોય જેવા કે લગ્ન જીવનની તકરારો ને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય તે હેતુથી કેસોના ઝડપી નીકાલ માટે ઈચ્છા ધરાવતા હોય તેવા પક્ષકારો એ જે તે અદાલતમા રૂબરૂ જઈ મીડીયેશનમા પોતાનો કેસ મુકાવા અરજી કાર્યવાહી કરવા જાણ કરવામા આવે છે,
જેથી લાગતા વળગતા પક્ષકારો એ વહેલા મા વહેલી તકે જે તે અદાલતમાં રૂબરૂ જઈ મીડીયેશન સેન્ટરમા કેસ મુકવા માટે સંબધીત અદાલતમા અરજી કરી કાર્યવાહી કરવી અને કેસો મધ્યસ્થીકરણમાં (મીડીયેશન સેન્ટર) મુકાવવાના પ્રયત્નો કરવા.
સમગ્ર જનતાને આ અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોતાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડિયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસો નો મધ્યસ્થીકરણ થી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટે સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે.