New Delhi,તા.૧૩
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ દવાઓ અને તબીબી ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીઓને ખાસ સૂચનાઓ આપી છે.એનપીપીએએ કંપનીઓને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી નવા જીએસટીના અમલીકરણ સાથેના તમામ લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા જણાવ્યું છે. ઓથોરિટીએ એક આદેશમાં જણાવ્યું છે કે, જીએસટી દરોમાં ઘટાડાનો લાભ ગ્રાહકો અને દર્દીઓને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી મળશે. દવાઓ વેચતી તમામ ઉત્પાદકો અને માર્કેટિંગ કંપનીઓ ૨૨ સપ્ટેમ્બરથી દવાઓ (તબીબી ઉપકરણો સહિત) ની કિંમતમાં સુધારો કરશે.
એનપીપીએ એ જણાવ્યું હતું કે ઉત્પાદકો અને માર્કેટિંગ કંપનીઓ ડીલરો, છૂટક વિક્રેતાઓ, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને નવા જીએસટી દરો અને નવી કિંમતોને પ્રતિબિંબિત કરતી નવી કિંમત યાદી અથવા પૂરક કિંમત યાદી જારી કરશે. તેણે કહ્યું હતું કે ઉત્પાદકો અને માર્કેટિંગ કંપનીઓ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા સહિત વિવિધ સંચાર માધ્યમો દ્વારા જીએસટી દરોમાં ઘટાડા અંગે લોકોને જાગૃત કરવા માટે તાત્કાલિક પગલાં લેશે.
એનપીપીએએ વધુમાં જણાવ્યું હતું કે, “ઉદ્યોગ સંગઠનો ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી અમલમાં આવેલા સુધારેલા ય્જી્ દરોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ડીલરો/રિટેલરો સુધી પહોંચવા માટે સ્થાનિક ભાષાના અખબારોમાં પણ જાહેરાતો જારી કરી શકે છે.”
સ્પષ્ટતા કરવામાં આવે છે કે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ પહેલા બજારમાં રિલીઝ થયેલા સ્ટોકના કન્ટેનર અથવા પેકને રિકોલ, રિ-લેબલિંગ અથવા રિ-સ્ટીકરિંગ કરવું ફરજિયાત નથી, જો ઉત્પાદકો/માર્કેટિંગ કંપનીઓ આ પગલાં દ્વારા રિટેલર સ્તરે ભાવ પાલન સુનિશ્ચિત કરી શકે. તમને જણાવી દઈએ કે ૫૬મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મુખ્ય દવાઓ પર જીએસટી્ દર ૫ ટકાથી ઘટાડીને ૦ ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. જે દવાઓ પર અગાઉ ૧૨ ટકાના દરે જીએસટી લાગતો હતો તેને ૫ ટકાના દરે જીએસટીમાં બદલવામાં આવ્યો નથી.