Botad,તા.05
ભરતી સમયે 25 લાખથી વધારે રકમ લેવામાં આવી, બિનજરૂરી ભરતી જગ્યાઓ ઊભી કરવામાં આવી, સોલારમાં પણ 4 ગણી વધારે રકમ આપી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, ચેરમેન દ્વારા લક્ઝરીયસ ગાડી ફેરવવામાં આવી રહી છે સાથે જ ‘કળદા’ના બહાને વર્ષોથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે.
આવનાર કપાસની સિઝનમાં ‘કળદો’ બંધ કરાવવા હું આવી રહ્યો છું બોટાદ તેવું આપ નેતા રાજુભાઇ કરપડાએ જણાવેલ બોટાદમાં પશુપાલકોને નફો કે ભાવફેર ક્યારેય ચૂકવવામાં આવતો નથી માર્કેટિંગ યાર્ડ સહિતની તમામ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂત અને પશુપાલકોના પૈસા ભાજપના તાઈફા પાછળ વાપરવામાં આવ્યા છે.
બોટાદમાં ગઈ વખતે ઉમેદવાર આપવામાં અમે ભૂલ કરી ગયા પરંતુ આ વખત અમે મજબૂત ઉમેદવાર આપીશું તમે વિસાવદર વાળી કરજો તેવું પણ કરપડાએ કહ્યું હતું.
કળદો એટલે ખેડૂતની જણસ ના એક વખત ભાવ નક્કી થઈ ગયા બોલી બોલે ગઈ પછી ખેડૂતના વાહન માંથી જણસ ખાલી કરતા સમયે ક્વોલિટી ખરાબ છે અમે ભાવ કર્યા એ મુજબ ક્વોલિટી નથી કહીને નક્કી થઈ ગયેલા ભાવમાંથી ઘટાડો કરવામાં આવે એને કળદો કહે છે.