Mumbai, તા.14
આ દિવાળીએ ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક જબરદસ્ત મનોરંજક ભેટ આવી રહી છે. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ’ચણિયા ટોળી’ નામની ગુજરાતી ફિલ્મ 21 ઓક્ટોબર, 2025 ના રોજ દેશ-વિદેશમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ એટલે મનોરંજનની રોલર કોસ્ટર રાઈડ – જેમાં હાસ્ય રહસ્ય અને રોમાંચનો તગડો ડોઝ છે!
ફિલ્મની વાર્તા સાંભળીને તમે વિચારમાં પડી જશો! વાર્તાના હીરો છે યશ શોની જે એક દમદાર શિક્ષક બને છે. હવે આ ગુરુજી ગામની સાત મહિલાઓને શિષ્યા બનાવે છે અને પછી જે પાઠ ભણાવે છે તે સાંભળીને તમે દંગ રહી જશો: ભ્રષ્ટ મિસ્ટમ સામે લડવા માટે સીધી બેંક લૂંટવાની.આ ફિલ્મમાં ભરપૂર મસાલો છે. ટૂંકમાં, દરેક સીન તમને હસાવશે, વિચારવા મજબૂર કરશે અને છેલ્લે એક સરસ સામાજિક મેસેજ પણ આપશે.
આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ’ચણિયા ટોળી’ ગુજરાતી સિનેમામાં શુદ્ધ પારિવારિક મનોરંજન આપે છે,જેમાં પરિવારના દરેક ઉમરના સભ્યો સાથે સિનેમાઘરમાં જઈને ફિલ્મનો આનંદ માણી શકશે. શુદ્ધ મનોરંજન, સાંસ્કૃતિક મૂલ્યો, અને યુવા ઉર્જા સાથે ગુજરાતી સિનેમાને નવી ઓળખ આપી.
નિર્માતા આનંદ પંડિત કહે છે કે “આ ફિલ્મ માત્ર સિનેમા નહીં. પણ એક . ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ છે.
અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ યુવાનો તથા પરિવાર- બન્ને વર્ગના દર્શકોને ગમશે. મૂળે અમારી ફિલ્મ પારિવારીક છે. જ્યારે નિર્માતા વૈશલ શાહ કહે છે કે “આ ફિલ્મ ગુજરાતી સિનેમાનો બદલાતો ચહેરો છે. પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ જે દરેકને “ચણિયા ટોળીની” વાર્તા સાથે જોડે છે”
મુખ્ય અભિનેતા યશ સોની એ ફિલ્મ વિષે વાત કરતાં જણાવ્યું કે આ ફિલ્મ લોકોને ખૂબ હસાવશે. ભરપૂર મનોરંજન પીરસવામાં આવ્યું છે. દિવાળી પર લોકોને મોજ માણવાનો ડબલ ડોઝ મળશે. 32 દિવસ આણંદ પાસે આવેલ સોણાવ ગામમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યુ છે. ગામ લોકોનો ખૂબ સહયોગ મળ્યો છે. પ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં આઇટમ સોંગ ઉમેરવામાં આવ્યું છે.
ફિલ્મના ગીતો તો પહેલેથી જ ધૂમ મચાવી રહ્યા છે. તેનું પોપ્યુલર ગીત “પોપટ- તો 3 કરોડથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યું છે! ગરબા મહોત્સવમાં લોન્ચ થયેલા ટ્રેલર અને ટીઝરે પણ ધમાલ મચાવી દીધી છે. તો તૈયાર થઈ જાવ, 21 ઓક્ટોબર, 2025ના રોજ મનોરંજનથી ભરપૂર ફિલ્મ જોવા માટે!