Junagadh, તા.5
જુનાગઢ ભવનાથ તળેટીના ભારતી આશ્રમના મહંત મહાદેવગીરી ભારતી સ્યુસાઇડ નોટ લખી જંગલ તરફ પ્રયાણ કરી લાપતા થતા તેની ભાળ મેળવવા પોલીસની ટીમો દિવસ-રાત એક કરી હોવા છતાં હજુ લઘુ મહંત મળ્યા નહીં હોવાથી આજે વન વિભાગની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગુમ થયેલા લઘુ મહંત મહાદેવગીરી ભારતીએ ટ્રસ્ટીનો ફોન સંપર્ક સાધ્યા બાદ પોલીસ લોકેશન સ્થળે પહોંચતા મહંત ત્યાંથી નીકળી ગયા બાદ હાલ તેમના મોબાઇલ ફોનનું કોઇ લોકેશન નહીં મળતા સેવકો-ભાવિકો ચિંતાતુર બન્યા છે.
લાપતા મહંતની ભાળ મેળવવા પોલીસ ડ્રોન કેમેરા સાથે ડોગ સ્કવોર્ડની મદદ લેશે તેવું સુત્રોએ જણાવ્યું છે. ગત રવિવારની વહેલી સવારે 3.30 કલાકે ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવગીરી ભારતીને ગિરનાર જંગલમાંથી શોધવા
જંગલ ક્ષેત્રમાં આજે વન વિભાગ, પોલીસ તંત્ર મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. વિવિધ જગ્યાના હાજર લોકોના ફોટા લઇ વેરીફીકેશન કર્યુ હતું હજુ સુધી કોઇ ભાળ મળી નથી.
ગિરનારના 3000 પોલીસ-વન વિભાગના કર્મીઓ આજે ગિરનાર જંગલ ખુંદી નાંખશે કોઇ કળી ન મળતા ચિંતામાં વધારો થયો છે. પોલીસ નાયબ અધિકારી હિતેષ ધાંધલ્યાના જણાવ્યા મુજબ ખુદ એસ.પી. સુબોધ ઓડેદરા જાતે દેખરેખ રાખી જંગલમાં ચાલ્યા ગયેલા સાધુ મહાદેવગીરીને શોધી લાવવા રાત દિવસ પ્રયાસો કરી રહ્યા છે.
પોલીસની જુદી જુદી ટીમોએ ગૌમુખી ગંગા-વેલનાથ, અંબાજી, જુની નવી સીડી પરની જગ્યાઓમાં હાજર લોકોના ફોટા પાડી વેરીફીકેશન કર્યુ હતું. ડોળીવાળા દુકાનદારોની પુછપરછ કરવામાં આવી રહી છે.

