Himachal,તા.29
હિમાચલ પ્રદેશ જેવા ઉતર ભારતનાં રાજયોમાં મેઘકહેર યથાવત જ રહે. રાજયમા મંડી જીલ્લામાં ફરી અનરાધાર વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટના સર્જાતા ત્રણ લોકોના મોત થયા હતા. ઠેકઠેકાણે ભુસ્ખલન થતા 50 થી વધુ વાહનો દબાઈ ગયા હતા. અનેક માર્ગો બંધ થવા સાથે વ્યાપક નુકશાની થઈ હતી.
હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં આજે સવારે ફરી વખત વાદળ ફાટવાને પગલે અનરાધાર વરસાદથી તબાહી સર્જાઈ હતી. ભૂસ્ખલન તથા કાટમાળના ઢગલાથી જીવન વ્યવહાર ખારેવાયો હતો એક વાહન બચાવવાનાં પ્રયાસમાં એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત નીપજયા હતા. સમગ્ર પંથકમાં ભારે તારાજી સર્જાઈ હતી.
મંડી શહેરમાં પાણીની સાથે કાટમાળ પણ તણાઈને આવતા અનેક લોકોએ સુરક્ષીત સ્થળોએ સ્થળાંતર કરવુ પડયુ હતું. 50 જેટલા વાહનો તેમાં તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોનાં કહેવા પ્રમાણે જીંદગીમાં કયારેય જોવા મળ્યા નથી.
સમગ્ર માર્ગો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. કેટલાંક લોકો પણ દબાયા હોવાની શંકા પછી બચાવ-રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.