Beijing,તા.26
ઓપરેશન સિંદુર બાદ ભારતે આક્રમક બનાવેલી વિદેશનીતિમાં હવે આજે ચીનના કીંગદાઓમાં ચાલી રહેલી શંઘાઈ સહયોગ સંગઠનના રક્ષામંત્રીઓની બેઠકમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદુર અંગેનો ઉલ્લેખ નહી થતા ભારતે સંયુક્ત દસ્તાવેજમાં સહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ ઉપરાંત આ બેઠકમાં હાજરી આપી રહેલા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે પાકિસ્તાનના સંરક્ષણમંત્રીને મળવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. આ બેઠકમાં સ્પષ્ટરૂપે યજમાન ચીન અને પાકિસ્તાન બંનેએ હાથ મિલાવી લીધા હોય તેવા દ્રશ્યો હતા અને તે વચ્ચે રાજનાથે ખુલ્લી રીતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પ્રેરિત આતંકવાદની આકરી ટીકા કરી હતી.
પરંતુ બેઠકના અંતે જે રીતે એક સંયુક્ત નિવેદનમાં પહેલગામ હુમલાને પગલે પાકિસ્તાનના બલુચીસ્તાનમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરાયો હતો અને ઓપરેશન સિંદુર અંગે પણ કોઈ ઉલ્લેખ ન હતો. રાજનાથસિંહે તુર્તજ ભારત આ સંયુક્ત નિવેદનમાં સહમત નથી તેમ કહીને તેમાં સહી કરવાનો ઈન્કાર કરી દેતા બેઠકમાં સોંપો પડી ગયો હતો.
રાજનાથે કહ્યું કે, ત્રાસવાદ મુદે કોઈ બેવડા ધોરણ હોવા જોઈએ નહી. આ અગાઉ તેઓએ ઓપરેશન સિંદૂરના પગલે વિશ્ર્વના 33 દેશોમાં પ્રતિનિધિ મંડળ મોકલીને પાકિસ્તાનને બેનકાબ કર્યા બાદ હવે ચીનની ધરતી પરથી જ ભારતે આ પાડોશી દેશની આતંકી દોસ્તીનો વધુ એક વખત પર્દાફાશ કરીને યજમાન ચીનને પણ મુશ્કેલીમાં મુકી દીધું હતું.
શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પોતાના સંબોધનમાં પફહેલગામ હુમલા અને ભારતના ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેટલાક લોકો આતંકવાદને શરણ આપે છે. પરંતુ તે દેશ ઉપરાંત દુનિયા માટે પણ ખતરો સર્જે છે. રાજનાથસિંહે પોતાના આકરા ભાષણમાં પાકિસ્તાનનું નામ લીધા વગર તેનો ઉલ્લેખ આતંકીસ્તાન તરીકે કર્યો હતો.
ઉમેર્યુ કે કેટલાક દેશો સીમા પારના આતંકવાદની નીતિને પોતાની વિદેશ નીતિ બનાવી છે અને તેઓ આતંકીઓને શરણ આપે છે આ બેવડા માપદંડ માટે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં તેઓએ એમ પણ કહ્યું કે આ પરીષદના સભ્યોએ આ પ્રકારના આતંકવાદને પણ સ્વીકારવો જોઈએ નહીં અને તેની ટીકા કરવામાં કોઈ સંકોચ કરવો જોઈએ નહીં.
આ સંગઠનમાં પ્રથમ વખત બેલારૂસનો પણ સમાવેશ કરાયો છે. શ્રી રાજનાથે કહ્યું કે કોઈ દેશ ગમે તેટલો મોટો કે શકિતશાળી હોય પણ તે એકલો રહીને કામ કરી શકે તે દિવસો હવે ગયા.
વૈશ્વિક વ્યવસ્થા સામુહીક લાભ માટે એકબીજાના સહયોગ મુજબ યોજવી જરૂરી છે. તેઓએ કહ્યું કે આપણા ક્ષેત્રમાં શાંતિ સુરક્ષા અને વિશ્વાસની જે કમી છે તેનું મુળ કારણ આતંકવાદ, કટ્ટરવાદ અને ઉગ્રવાદ.