Morbi,તા.07
મોરબી રાજકોટ હાઈવે પર હરબટીયાળી ગામ નજીક બાઈક લઈને આધેડ જતા હતા ત્યારે કાર ચાલકે બાઈક સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ૫૦ વર્ષીય આધેડને ઈજા પહોચી હતી
ટંકારાના જીવાપર ગામે રહેતા રમેશભાઈ ચકુભાઈ હાપલીયા (ઉ.વ.૫૦) વાળાએ ઈનોવા કાર જીજે ૩૬ એજે ૫૩૫૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રમેશભાઈ પોતાનું બાઈક જીજે ૦૩ એચસી ૧૨૬૧ લઈને રાજકોટ હાઈવે હરબટીયાળી ગામની ચોકડી પાસેથી જતા હતા ત્યારે ઈનોવા કારના ચાલકે બાઈક સાથે ભટકાડી રમેશભાઈને જમણા પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે