Rajkot,તા.19
રાજકોટ ના યુનિવર્સિટી પોલીસ મથકની હદમા થયેલ અકસ્માત ની ફરિયાદ કરવા ગયેલ ફેબ્રિકેટર આધેડ પર પોલીસ મથકમાં પીએસઆઇ એ પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યાના આક્ષેપ સાથે ભોગ બનનાર સિવિલમાં સારવારમાં દાખલ થયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રૈયા ધાર વિસ્તારમાં મકવાણા ફેબ્રિકેશન નામે ફેબ્રિકેટ નો ધંધો કરતા અને રાણીમાં રૂડીમાં ચોક માં રહેતા દિનેશભાઈ કરસનભાઈ મકવાણા ૫૦, ગઈકાલે રાત્રે ૯ વાગ્યે અકસ્માતની ફરિયાદ કરવા મુંજકા પોલીસ મથકમાં ગયા ત્યારે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી પીએસઆઇ પંડ્યા અને અન્ય અજાણ્યા પોલીસ કર્મચારીએ દિનેશભાઈ ને પ્લાસ્ટિકના પાઇપ થી માર માર્યાનો આક્ષેપ સાથે દિનેશભાઈ મકવાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, દિનેશભાઈ ના ભાઈ નરેન્દ્ર ભાઈ મકવાણા એ આ અંગે જણાવ્યું હતું કે દિનેશભાઈ મકવાણા ફેબ્રિકેશનનો ધંધો કરે છે ગઈકાલે રૈયાધાર પાસે અકસ્માત થયો હતો આ અકસ્માતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન એ ગયા હતા તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે જેની સામે ફરિયાદ કરવાની હતી તે પોલીસના સગા હોય આથી ફરિયાદ લેવાનો ઇનકાર કરાયો હતો, ભોગ બનનાર દિનેશભાઈએ ફરિયાદ લેવાનો આગ્રહ કરતાં પીએસઆઇ પંડ્યા એ પાઇપથી માર મારી ચાલ્યા જવાનું કહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે, દિનેશભાઈ મકવાણા ની સિવિલમાં સારવાર ચાલી રહી છે