Junagadh તા.8
માણાવદરના ખડીયા ગામે અગાઉ વીજ કંપનીએ ચેકીંગ કરતા પાવર ચોરી સામે આવતા તેનો દંડ આવતા તે બાબતે શક રાખી ગામના શખ્સે ટ્રેકટર રોકી ઝાપટો મારી ખોટા એટ્રોસીટી કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઈ છે.
ફરીયાદી ગોવિંદભાઈ જમનભાઈ શેરઠીયા (ઉ.50) રે. ખડીયાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ અગાઉ આરોપી નીતીન કરશન બગડાને ત્યાં વીજ કંપની દ્વારા ચેકીંગ કરાતા જેમાં વીજ ચોરી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી રોકડ દંડ કરેલ તેનો શક ફરીયાદી ગોવિંદભાઈ શેરઠીયા ઉપર રાખી ગઈકાલે તેઓ ટ્રેકટર લઈને ખડીયાથી કલાણા રસ્તે જતા હતા.
ત્યારે આરોપીઓ નીતીન કરશન બગડા, ભનુ ઉર્ફે કારો ડાયા વીંઝુડા રે. બંને ખડીયા વાળાઓએ ટ્રેકટર રોકાવી મા બહેન સામે ગાળો આપી બન્ને ગાલમાં તમાચા મારી ખોટા એટ્રોસીટી કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

