Morbi,તા.21
હરબટીયાળી ગામે પટેલ સમાજ વાડી સામે ટ્રક ચાલકે પોતાનો બંધ ટ્રક રાત્રીના સમયે આડશ મુક્યા વગર કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર ઉભો રાખતા બાઈક ટ્રક પાછળ અથડાયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક આધેડનું મોત થયું હતું
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી ભાવેશભાઈ જસમતભાઈ મુછારાએ આરોપી ટ્રક જીજે ૦૩ બીઝેડ ૧૯૮૦ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ ના રોજ ફરિયાદીના પિતા જસમતભાઈ મુછારા બાઈક જીજે ૩૬ એકે ૫૦૭૪ લઈને ખેતરે કપાસનું વાવેતર કર્યું હોવાથી આંટો મારવા ગયા હતા અને પરત ઘરે આવતા હતા ત્યારે રાજકોટ મોરબી હાઈવે પર હરબટીયાળી ગામ પટેલ સમાજ વાડી સામે ટ્રક ચાલકે પોતાનો બંધ ટ્રક રોડ પર કોઈ આડશ કે પાર્કિંગ લાઈટ કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર અકસ્માત સર્જાય તે રીતે બેદરકારી પૂર્વક ઉભો રાખ્યો હતો જે ટ્રક પાછળ ફરિયાદીના પિતાનં બાઈક અથડાતા ગંભીર ઈજા પહોંચતા જસમતભાઈનું સારવારમાં મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે