Morbi,તા.16
મોરબીના ધરમપુર ગામના પાટિયા પાસે કારખાનામાં લોખંડ ઘોડી પર ચડીને સફાઈ કરતી વખતે ૪૦ વર્ષીય આધેડ પડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું
મૂળ બિહારના વતની અને હાલ મોરબીના ધરમપુર પાટિયા પાસે આવેલ ફોનીક કલર કારખાનામાં કામ કરતા ચંદનકુમાર ઇન્દ્રદેવ યાદવ (ઉ.વ.૪૦) નામના આધેડ ગત તા. ૧૧ ના રોજ કારખાનામાં લોખંડ ઘોડી પર ચઢીને સફાઈ કરતા હતા ત્યારે પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા મોરબી સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે