Morbi, તા.06
શહેરના કુંભારપરામાં રહેતા ૪૩ વર્ષીય આધેડને શ્વાસ ચડ્યો અને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું
વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૫ માં રહેતા દીપકભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૪૩) નામના આધેડ ગત તા. ૦૫ ના રોજ પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો ઉપડતા વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં આધેડનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે