Morbi,તા.08
ગજડી ગામના રહેવાસી ૪૪ વર્ષીય આધેડને એક ઇસમેં ફોન કરી તેમજ વોટસએપ કોલ કરી ખોટા કેસ કરી ગુલાબી ગેન્ગના હાથે મરાવી નાખવાની સતત ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા પ્રકાશ કાળુભાઈ ડાંગર (ઉ.વ.૪૪) વાળાએ આરોપી અશોક જયંતીલાલ ભારતીય રહે અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પ્રકાશ ડાંગરે રીટાબેન સરવૈયા સાથે લીવ ઇન રીલેશનશીપનો કરાર કરેલ હોય અને જુદી જુદી કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે આરોપી અશોક ભારતીય નામના આરોપીએ અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી તેમજ વોટ્સએપ કોલ કરી મેસેજ કરી અને ખોટા કેસ કરી આધેડને ગુલાબી ગેન્ગના હાથે મરાવી નાખવાની સતત ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે