Morbi,તા.27
લાલપર ગામ નજીક ઇકો કાર ચાલકે કાબુ ગુમાવતા ડીવાઈડર કુદી સર્વિસ રોડ પરથી જતા બાઈક ચાલકને હડફેટે લીધા હતા અકસ્માતમાં બાઈક ચાલક આધેડને ઈજા પહોંચી હતી
રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના નવી આરણી ગામના વતની દિનેશ રામકિશન છછીયાર નામના યુવાને ઇકો જીજે ૦૩ એચઆર ૪૮૫૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકા મહાદેવભાઈ હીરાભાઈ ગુર્જર પ્લેટીના બાઈક આરજે ૫૧ એસએલ ૦૬૯૫ લઈને મોરબી વાંકાનેર હાઈવે પર લાલપરથી રફાળેશ્વર જતા હતા ત્યારે લાલપર પાવર હાઉસ સામે ઇકો કાર ચાલકે પુરઝડપે ચલાવી મોરબી તરફ આવતા કાર ડીવાઈડર કુદી ફરિયાદીના કાકા મહાદેવભાઈના બાઈક સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં મહાદેવભાઈને પગમાં ફ્રેકચર અને શરીરે તેમજ પેટમાં ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે