Morbi,તા.19
મોરબીના શકત શનાળા ગામના રહેવાસી આધેડ પોતાની દુકાને બેઠા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આધેડનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામના સંજય અરજણભાઈ જરૂ (ઉ.વ.૪૫) વાળા ગત તા. ૧૭ ના રોજ રાજપર રોડ પર આવેલ દુકાને બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતા ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને આધેડને મૃત જાહેર કર્યા હતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે