Surendranagar,તા.01
સુરેન્દ્રનગર એસીબી પોલીસે શહેરી વિસ્તારમાં આવેલ એક હોટલ પાસે છટકુ ગોઠવી નજીવી રકમની લાંચ લેતા લખતર ગ્રામ પંચાયતના તલાટી સહિત બે વ્યક્તિને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે અને બંને વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલ બે પ્લોટના ગામ નમુના નં.૨ના ઉતારા માટે લખતર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ધર્મેશકુમાર તળશીભાઈ પેઢડીયાએ ફરિયાદી પાસે રૃા.૩૦૦૦ની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું અને લાંચની આ રકમ રાજુભાઈ રામજીભાઈ વસોયા (પ્રજાજન)ને આપી દેવાનું જણાવ્યું હતું પરંતુ ફરિયાદી ગેરકાયદેસર લાંચ આપવા માંગતા નહોતા આથી સુરેન્દ્રનગર એસીબી ટીમનો આ અંગે સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.