ટ્રિપ દીઠ 10000 મળતા અને ત્રીજી ટ્રીપમા પોલીસની ઝાળમા એમપી નો પૂજારી સપડાયો
Rajkot,તા.08
શહેરમાં ગાંજાના ધંધાર્થી પર એસસોજીએ દરોડો પાડી જંકશન પ્લોટમાં લોહાણા ચાલની સામેથી મધ્યપ્રદેશના શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ રૂપિયા 55600 નો મુદ્દામાંલ કબજે કર્યો છે.ટ્રિપ દીઠ 10000 મળતા અને ત્રીજી ટ્રીપમા પોલીસની ઝાળમા એમપી નો પૂજારી સપડાયો છે. વધુ વિગત મુજબ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા , અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા , નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એમ.જાડેજા અને એન.વી.હરીયાણીની માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે મધ્યપ્રદેશ ના ઉમરીયા જિલ્લાના મુકેશ ભગવાનદાસ તિવારી નામનો શખ્સ નસીલા પદાર્થના સાથે શંકાસ્પદ હાલતમાં હોવાની એ.એસ.આઇ. રાજેશભાઇ લક્ષ્મણભાઇ બાળા અને હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા ને મળેલી બાતમી આધારે શહેર જંકશન પ્લોટ શેરી નંબર-૧૫ લોહાણા ચાલની સામે દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં જણાતા મુકેશ ભગવાનદાસ તિવારીni અટકાયત કરી તલાસી લેતા તેના કબજા માંથી અડધા લાખની કિંમતનો પાંચ કિલો ગાંજો મળી આવતા મુકેશ તિવારીની ધરપકડ કરી મોબાઈલ રોકડ અને ગાંજો મળી રૂપિયા 55 600 નો મુદ્દામાં કબજે કર્યો છે. ટ્રિપ દીઠ 10000 મળતા અને ત્રીજી ટ્રીપમા પોલીસની ઝાળમા એમપીનો પૂજારી સપડાયો છે. પોલીસે આ ગાંજા નો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને ડિલિવરી આપવાનો હતો તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ આદર્યો છે.પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા , એન.વી.હરીયાણી, પો.સબ ઇન્સ. એસ.બી. ઘાસુરા ,એ.એસ.આઇ. રાજેશભાઇ બાળા , વિરેન્દ્રસિંહ ઝાલા,હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા , હરદેવસિંહ વાળા , કોન્સ. અનોપસિંહ ઝાલા , યોગરાજસિંહ ગોહીલ, ડ્રાઇવર પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. નરપતસિંહ જાડેજાએ કામગીરી બજાવી હતી.