પિતરાઈભાઈના લગ્નમાં સાથીદારો વતન યુપી ગયા ને અપરણીત મનોજે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોક
Rajkot,તા.17
આજીડેમથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે ભરત નગરમાં ઉત્તર પ્રદેશના શ્રમજીવી યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર અરેરાતી મચીજમા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ મૂળ યુપી અને ભરત નગરમાં રહેતા મનોજભાઈ રાજકુમાર ૨૦ એ ૧૫/૫ ના રોજ બપોરે સીરામીકના કારખાનામાં સ્ટાફ ક્વાર્ટર માં ગળે ફાંસો ખાઈ લેતા અન્ય કામદારોએ ૧૦૮ બોલાવતા ૧૦૮ ની ટીમે મનોજભાઈ ને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો, મનોજ ઉત્તર પ્રદેશ નો વતની હોય અહીં લાદી ઘસવાનું કામ કરે છે અને તેના સંબંધીઓ સાથે રહે છે, ઉત્તર પ્રદેશ વતનમાં તેના પિતરાઈના લગ્ન હોય તમામ સગા સંબંધીઓ લગ્નમાં ગયા હતા અને મનોજ એકલો હતો આ અંગે થોરાળા ના પી.એસ.આઇ.ડી.કે ધાંધલા એ તપાસ હાથ ધરીછે