Jamnagarતા ૩
જામનગર તાલુકાના સિક્કામાં આર્થિક સંકડામણ ના કારણે કરુણ બનાવ બન્યો છે. પોતાની પુત્રી ની સગાઈ અને લગ્નના પૈસાના ટેન્શનમાં તેમજ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી લીધી છે.આથી ભારે ચકચાર જાગી છે.
 આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કામાં શ્રીજી સોસાયટીમાં રહીને મજૂરી કામ કરતા ઓમનાથસિંગ બિરાસિંગ રાજપૂત ઉ.વ.૪૫ એ આજે સવારે એક ઝાડમાં લટકીને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
 જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ સુરેશસિંગ રાજપૂતે પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક સોમનાથસિંગની મોટી પુત્રી નિધિ કુમારી ઉંમર ૨૦ કે જેની નજીકના દિવસોમાં સગાઈ હતી, અને લગ્ન પણ લેવાના હતા. પરંતુ તેના માટેના પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાથી આર્થિક ટેન્શનના કારણે તેઓએ આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.




