(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦
જામનગર તાલુકાની મોટી ખાવડી સીમમાં આવેલી વાડીમાં પાણીની ટાંકી તપાસવા ગયેલા મૂળ કેરળના રહેવાસી અને હાલ મોટી ખાવડી સીમમાં રહેતા ડીવેન્સ સીવાન (ઉ.વ. ૨૪ વર્ષ)નું અકસ્માતે મૃત્યુ નીપજ્યું છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ડીવેન્સ પાણીની ટાંકી તપાસવા ગયા હતા. દરમિયાન અચાનક તેમનો પગ લપસતાં શરીરનું સંતુલન ગુમાવી તેઓ જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે મિથિલેશકુમાર સુભાષચંદ્ર શુક્લની જાણના આધારે મેઘપર (પડાણા) પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો દાખલો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

