Jamnagar તા.9
જામનગર જિલ્લાના ખોજાબેરાજા ગામે દુર્ઘટના સર્જાઈ છે. આ ગામની વાડી વિસ્તારમાં વોકડામાં કોઈ કારણસર પડી જતા 26 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. હાલ રાજકોટ રહેતા આદિવાસી યુવાનનું અકસ્માતે પાણી ભરાયેલા વોકળામાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવારજનોમાં અરેરાટી મચી છે. બીજી બાજુ પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટાફે દોડી જઈ મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં રાજપરા ગામે શાંતિભાઈ ની વાડીએ રહીને ખેતી કામ કરતો અભિષેક મડિયાભાઇ નામના 26 વર્ષના પર પ્રાંતીય યુવાન કે જે ગઈકાલે ખોજા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં આવ્યો હતો, અને ત્યાં પાણીના વોકળામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પપ્પુ ઉર્ફે બબલુ મડિયાભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.