Rajkot. તા.23
શહેરમાં આર્થિક ગુનાનો રાફડો ફાટ્યો હોય તેમ અનેક લોકો છેતરપિંડી અને સાઇબર ફ્રોડના ભોગ બની રહ્યા છે, ઉપરાંત આર્થીક કૌભાંડીયાઓ અનેક લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી ફુલેકા ફેરવી નાસી છૂટતાં જેની નોંધ સરકારે પણ લીધી હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે શુક્રવારે હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.
ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમનો ખાસ ઉદ્દેશ આર્થિક ગુનાનો ભોગ બનનાર લોકોને ન્યાય આપવાનો રહેશે. વધુમાં પ્રાપ્ત વિગત મુજબ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યક્રમમાં આર્થિક ગુના બાબતે પોલીસ ઉપરાંત વેપાર-ઉદ્યોગ આગેવાનોને પણ તેડાવશે અને એક ખાસ બેઠક કરે તેવી સંભાવના સેવાઈ રહી છે.