Gandhinagar, તા.૧૭
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (૧૭ ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત ૨૬ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- સામાન્ય વહીવટ, વહીવટી સુધારા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ ગૃહનિર્માણ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, પંચાયતો, રસ્તાઓ અને મકાનો, ખાણ અને ખનિજો, નર્મદા અને કલ્પસર, માહિતી અને પ્રસારણ, દારૂબંધી અને આબકારી, બધી નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ ખાતાઓ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી- ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, નશાબંધી તથા આબકારી અને જકાત, ટ્રાન્સપોર્ટ, કાયદા મંત્રાલય, રમતગમત તથા યુવા અને સંસ્કૃતિ મંત્રાલય,લઘુ તથા મધ્યમ ઉદ્યોગ, પ્રીન્ટીંગ તથા સ્ટેશનરી, પવિત્ર યાત્રાધામ બોર્ડ, સિવિલ એવિએશન વિભાગની ફાળવણી કરવામા આવી છે.
મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી
કનુ દેસાઈ- નાણા અને શહેરી વિકાસ
ઋષિકેશ પટેલ- એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ,પંચાયત અને રુરલ હાઉસિંગ
જીતુ વાઘાણી- કૃષિ અને મત્યઉદ્યોગ
અર્જૂન મોઢવાડિયા- વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ક્લાઇમેટ ચેન્જ
કુંવરજી બાવળીયા- રુરલ ડેવલપમેન્ટ,શ્રમ અને રોજગાર
પદ્યુમન વાજા- સામાજીક ન્યાય અને પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને પ્રોઢ શિક્ષણ
નરેશ પટેલ- આદિજાતી વિકાસ
રમણ સોલંકી- અન્ન અને નાગરિક પુરવઠો
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
ઇશ્વર પટેલ – પાણી પુરવઠા, જળ સંપત્તિ વિભાગ
પ્રફુલ પાનસેરીયા – આરોગ્ય
મનિષા વકીલ- મહિલા અને બાળ વિકાસ
રાજ્યકક્ષાના મંત્રીઓ
કાંતિ અમૃતિયા – શ્રમ અને રોજગાર
રમેશ કટારા – કૃષિ
દર્શના વાઘેલા – શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ
પ્રવીણ માળી – વન અને પર્યાવરણ, ટ્રાન્સપોર્ટ
સ્વરૂપજી ઠાકોર – ખાદી ઉદ્યોગ અને રુરલ ઈન્ડસ્ટ્રી
જયરામ ગામીત- રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક
રિવાબા જાડેજા – પ્રાથમિક, સેકન્ડરી અને ઉચ્ચ શિક્ષણ
પી સી બરંડા- આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહક બાબત
સંજય મહિડા – પંચાયત, રુરલ હાઉસિંગ અને મહેસુલ
કમલેશ પટેલ – નાણા, પોલીસ હાઉસિંગ,બોર્ડર સિક્યુરિટી અને નશાબંધી
ત્રિકમ છાગા- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
કૌશિક વેકરિયા- કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબતો
પરસોત્તમ સોલંકી- મત્સ્યઉદ્યોગ