Morbi,તા.08
રંગપર ગામ નજીક આવેલ કારખાનામાં ૧૫ વર્ષનો સગીર શરીરે દાઝી જતા મોત થયું હતું બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મહીસાગર જીલ્લાના વતની અને હાલ વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક રેન્બો ફેબ પેક એલએલપી કારખાનાની ઓરડીમાં રહેતા કિરણ પર્વતભાઈ કટારા (ઉ.વ.૧૫) નામના સગીર કારખાનામાં નોન વૂવન કાપડના રોલના પટ્ટા પર પડી જતા રોલર સાથે અથડાયા હતા રોલર ગરમ હોવાથી શરીરે દાઝી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે