Morbi,તા.26
મેઘપર ઝાલા ગામની સીમમાં વાડીની ઓરડીમાં વીજશોક લાગતા ૧૪ વર્ષના સગીરનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ દાહોદ હાલ મેઘપર ઝાલા ગામે વાડીએ રહેતા અક્ષય ઉર્ફે છોટીયો ઈશ્વરભાઈ પસાયા (ઉ.વ.૧૪) નામનો સગીરના ભાઈ મહેશે વાડીએ જમીન ભાગમાં વાવવા રાખી હોવાથી ભાઈને ખેતીમાં મદદ કરતો હતો અને વાડીની ઓરડીમાં લાઈટનું વાયરીંગ બહાર કાઢી એલ.ઈ.ડી. લેમ્પ ચાલુ કરવા જતા અક્ષયને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે