Morbi,તા.18
આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
મોરબીમાં રહેતી સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિચય કેળવી એક ઇસમેં સગીરાને બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ મોબાઈલમાં ફોટો પાડી તે ફોટો સગીરાના સાસરિયા પક્ષના લોકોને બતાવી સગાઇ તોડાવી નાખી હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પિતાએ આરોપી અંકિત રાજેશ ડાભી રહે લખધીરપુર ગામ તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની ૧૭ વર્ષની સગીર દીકરી અભ્યાસ છોડ્યા બાદ બ્યુટી પાર્લરનું શ્ખવા જતી હતી ચારેક માસ પૂર્વે સગા મારફત જાણ થઇ હતી કે દીકરીના ફોટો લખધીરપુરના રાજેશ ડાભીના મોબાઈલમાં છે અને વાયરલ થયેલ છે જેથી પુત્રીને પૂછતાં ફોટો ઇન્સ્તાગ્રામમાં આઈડીમાં હોવાનું જણાવ્યું હતું અને આ મામલે આરોપીના પિતા અને માતા સાથે વાતચીત કરતા માફી માંગી હવે દીકરો આવું નહિ કરે કહ્યું હતું જેથી ભરોસો રાખી આરોપી અંકિત વિરુદ્ધ કાર્યવાહી કરી ના હતી દીકરીની સગાઇ થયેલ હતી જે સગાઇ તોડી નાખવા આરોપીએ ફોટો દેખાડ્યા હતા અને દીકરીની સગાઇ તોડી નાખી હતી
ઘરના સભ્યોએ દીકરીને પૂછતાં તે ગભરાઈ ગઈ હતી અને હિમત આપતા જણાવ્યું હતું કે છ માસ પૂર્વે અંકિતે ઇન્સ્તાગ્રામમાં ફ્રેન્ડ બનાવી આઈડીમાંથી ફોટો લઈને પોતાના ફોટો બનાવી રસ્તામાં રોકી બતાવ્યા હતા અને વાયરલ કરવાની ધમકી આપી મેસેજ કરવા અને વાત કરવા દબાણ કરતો હતો સપ્ટેમ્બર ૨૦૨૪ માં સવારના બ્યુટી પાર્લર જતી હતી ત્યારે બાઈક લઈને આવી સાથે લઇ ગયો હતો પાનેલી વીડીમાં મરજી વિરુદ્ધ બે વાર સંભોગ કરી પરત મૂકી ગયો હતો બાદમાં રાજકોટ ફરવા લઇ ગયો હતો જ્યાં રિલાયન્સ મોલમાં ફોટો પાડી લીધા હતા આમ આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી ફોટો પાડી સામાપક્ષને ફોટો બતાવી સગાઇ તોડાવી નાખી હતી