Morbi,તા.11
માળિયા (મી.) ના ગ્રામ્ય પંથકની સગીરા સાથે સોશ્યલ મીડિયાથી મિત્રતા કેળવી વાતચીત કરવા દબાણ કરી સગીરાને ધમકી આપી સગીરાના ભાઈના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
માળિયાના ગ્રામ્ય પંથકમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાએ આરોપી હાર્દિક નકુમ રહે પંચાસર ચોકડી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ફરિયાદીની સગીર વયની દીકરી સાથે સોશ્યલ મીડિયાથી પરિચય કેળવ્યો હતો અને ચેટીંગ કરી ફોન પર વાતચીત કરતા હતા આરોપીએ ફોન પર વાત કરવા હેરાન પરેશાન કરતો હતો અને વાત ના કરે કે ભાઈ ફોનમાં વાત ના કરવા દેતો ભાઈના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી અને સગીરા આરોપીને સમજાવવા મળવા રૂબરૂ ગઈ ત્યારે ધમકી આપી હતી માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે