Junagadh, તા.1
વિસાવદરના શોભાવડલા ગામની સીમમાં 1પ વર્ષના સગીર ભાઇએ સગાભાઇ, ગર્ભવતી ભાભીની હત્યા કરી બંને મૃતદેહોને ઘરે દાટી દીધા હતા. 10-12 દિવસ બાદ મૃતક મહિલાના પરિવારજનોએ શંકા જતા પોલીસને જાણ કરતા ડબલ હત્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી જેની પ્રરપ્રાંતિય બિહારના પરિવારે ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધાવી છે.
વિસાવદર મામલતદાર પ્રાંત અધિકારી સહિતની ટીમની હાજરીમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બાદ ફોરેન્સીક પી.એમ. માટે જુનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યા હતા.
ફરીયાદી બુલબુલકુમારસિંઘ હુદીસીંગ કુરમી (ઉ.વ.પર) રહે. અનસલવા ડુંગરી પંચાયત ગામ તાલુકો બેલદૌર જિલ્લો ખગડીયા (બિહાર)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ બિલખા માણેકવાડા સ્ટેટ હાઇવે પરના કાનાવડલા અને શોભાવડલા ગામની વચ્ચે અધિકારી દંપતિ સાધુ જીવન ગાળીને ખોડીયાર આશ્રમની જગ્યાના મહંત તરીકે રહેતા હતા.
જેમાં એક પરપ્રાંતિય (બિહારી) મહંત અજયગીરીનું કોરોના કાળમાં અવસાન થયેલ હતું. મહંતની દીકરીઓના લગ્ન થઇ ગયા હતા તેમને બે પુત્રો હતા. મહંત અજયગીરીના પુત્ર શિવમગીરી દશનામીના એક વર્ષ પહેલા પરપ્રાંતિય મહિલા કંચનબેન સાથે લગ્ન થયેલ હતા બંને પુત્રો અને તેમની માતા તથા શિવમગીરીની પત્ની કંચનબેન આશ્રમ ખાતે રહેતા હતા શિવમગીરીના માતા પણ ભગવા વસ્ત્રો પહેરે છે તેઓ આ બનાવ સમયે કોઇ કામ સબબ બહારગામ ગયેલ હતા.
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર યોગેશગીરી અજયગીરી દશનામી તથા વિભાબેન ઉર્ફે બીરમાદેવી અજયગીરી માતા અને ફરિયાદી બુલબુલકુમારની દિકરી કંચનબેન સાથે અવારનવાર ઝગડાઓ થતા હતા.
શિવમગીરીના ભાઇ યોગેશગીરી અજયગીરી (ઉ.વ.15)એ 10 થી 12 દિવસ પહેલા ઘરમાં જ ભાઇ-ભાભીને લોખંડના પાઇપ હથિયારો વડે માથામાં મારી શીવગીરી ફરિયાદીના જમાઇને મારી મોતને ઘાટ ઉતારી દીધેલ બાદ આરોપીએ ભાઇનને પતાવી દીધા બાદ ફરીયાદીના દીકરી અને આરોપી સગીરના ભાભી કંચનબેનને પણ લોખંડના ધા મારી પતાવી દીધેલ બાદ ઘરના ઢાળીયામાં ખાડો ખોદી ભાઇ-ભાભીના પહેરેલ કપડા કાઢી બંનેની લાશ દાટી દઇ લોહીવાળા કપડા તમામ સળગાવી દીધા હતા બાદ વિભાબેન ઉર્ફે બીરમાદેવી તથા યોગેશગીરી બંને એ કયાંક કયાંક લોહીના ડાઘ ઘરમાં હતા લોહીના ધાબા, લોખંડના પાઇપમાં રહી ગયેલા લોહીના ડાઘ સાફ કરી પુરાવાનો નાશ કરી નાખ્યાનું સામે આવ્યું હતું.
મૃતક કંચનબેનના પિતા બુલબુલકુમારસિંઘ કુરમી અને પરિવારજનો કંચનબેનને ઘણા દિવસોથી ફોન કરતા હતા જમાઇ શિવમગીરી અને દિકરી કંચનબેનને ફોન કરતા કોઇ જવાબ મળતો ન હતો.
બાદ દીયર યોગેશગીરી અજયગીરીને ફોન કરતા કોઇ સરખો જવાબ મળતો ન હતો જેથી કંઇ અજુગતુ બન્યાની શંકા જતા તેઓ વિસાવદર આવી તપાસ કરતા દિકરી જમાઇને પતો ન લાગતા વિસાવદર પોલીસને રજુઆત કરી શંકા વ્યકત કરતા પોલીસે રૂબરૂ દોડી જઇ ગંભીરતા લઇ તપાસમાં સગીર ભાઇ યોગેશગીરીને પુછપરછમાં કોઇ સરખો જવાબ મળતો ન હતો.
પોલીસને પટે ચડાવવાના પ્રયત્નો કરતો હતો બાદ પોલીસે ત્રીજુ નેત્ર ખોલતા તે પોપટ બની ગયો હતો ભાઇ-ભાભીને પતાવી દીધાની અને લાશો દાટી દીધાની કબુલાત કરતા મામલતદાર, પ્રાંત અધિકારી, એફએસએલની હાજરીમાં લાશો બહાર કાઢી પીએમ માટે જુનાગઢ સિવિલમાં મોકલી આપી છે. કંચનીબેન ગર્ભવતી હોય છ માસનો પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું છે. ઇન્ચાર્જ પીઆઇ એસ.એન.સોનારાએ તપાસ હાથ ધરી છે.

