Junagadh તા.3
જુનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવબાપુ ભારતી (મહામંડલેશ્વર) ગુરૂ હરિહરાનંદ ભારતી બાપુ રવીવારની મોડી રાત્રીના 3-30 કલાકે સ્યુસાઈડ નોટ લખીને ગીરનાર જંગલ તરફ નીકળી ગયા છે.
જેની ગઈકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં આશ્રમના ઈશ્વરનંદ ગુરૂ હરિહરાનંદ ભારતી બાપુએ જાણ સવારે 11 કલાકે કરી હતી. ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ (સાધુ) ઉ.40 રે. ભારતી આશ્રમ ભવનાથ મોડી રાત્રીના 30-30 કલાકે આશ્રમમાંથી નીકળી વહેલી સવારે 4 કલાકે જંગલના રસ્તે ચાલીને ગુમ થઈ ગયા છે. આશ્રમમાંથી નીકળી ડાબી બાજુના પ્રેરણાધામના રસ્તે જંગલમાં જતા રહ્યાનું સીસી ટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળી રહ્યું છે.
આશ્રમમાંથી જતા પહેલા લઘુ મહંત મહાદેવભારતી બાપુએ પાંચ પાનાના સ્યુસાઈડ નો લખી હતી જેમાં હીતેષ કૃણાલ પરમેશ્ર્વર ભારતી અને અમદાવાદના નીલેષ ડોડીયા તથા રોનક સોનીના માનસિક ત્રાસનો ઉલ્લેખ કરાયો છે. ભવનાથ પોલીસે સ્યુસાઈટ નોટ કબ્જે કરી સબંધીતોની પૂછપરછ હાથ ધરી છે સાથે મહાદેવ ભારતીની શોધ પણ શરૂ કરી છે. જેના સગડ મોડી રાત સુધી મળવા પામ્યા નથી.
સીકયુરીટી ગાર્ડ મનસુખ કેશવાળાના જણાવ્યા મુજબ રવીવારની રાત્રીના 3-40 કલાકે મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી નીકળી પ્રેરણાધામના હસ્તે જવા નીકળ્યા હતા. માત્ર હાથ ઉંચો કરીને જતા રહ્યા હતા.
આશ્રમના થાનાપતિ પિતાંબર ભારતી બાપુના કહેવા મુજબ હું અને મહાદેવ ભારતી બાપુ શનિવારની મોડી રાત્રીના સાથે બેઠા હતા તેમણે મારા ખબર અંતર પુછયા હતા. બાદ અમો બન્નેએ ભજન સાંભળ્યા હતા. વાતો કરી હતી. બાદ મને કહેલ કે હવે આપણે બન્ને આરામ મરીએ બાદ હું મારા રૂમમાં ગયો હતો.
ભારતી આશ્રમ વધુ એકવાર વિવાદમાં આવ્યો છે.
અગાઉ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી પોસે પણ ગુમ થયા હતા. ત્યાર બાદ અમદાવાદ સરખેજને લઈને વિવાદ સર્જાયો હતો હાલ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુએ સ્યુસાઈટ લખી ગુમ થતા નવો વિવાદ સર્જાયો છે. સ્યુસાઈટ નોટમાં ચોંકાવનારી વિગતોમાં આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક લોકો આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધનો ઉલ્લેખ કરાયો છે.
મહિલા સાથે આડા સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થતા વિવાદ શરૂ થયો હતો બાદ આશ્રમના અન્ય વહીવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતી બાપુને યેનકેન પ્રમારે માનસીક ત્રશસ આપવાનું શરૂ કયુર્ં હતું. જેથી મહાદેવ ભારતી બાપુએ ભારતી આશ્રમ ગુજરાતમાં અલગ અલગ સ્થળે આવેલ જગ્યામાં ચાલ્યા ગયેલ હતા ત્યાં પણ આ શખ્સોનો ત્રાસ ચાલુ રહ્યો હતો.
પોલીસે મોબાઈલ ફોન લોકેશન, સીસીટીવી ફૂટેજ, બાતમીદારોની ટીમ કામે લગાડી છે તેઓને પરત લાવવા પ્રયાસો શરૂ કરાયા છે પરંતુ તેમનો કોઈ પત્તો મળવા પામ્યો નથી મહંત હરિહરાનંદ ભારતીએ કઈ કહેવા ઈન્કાર કર્યો છે.
મર્યા પછી મારૂ પાર્થીવ શરીર અન્ય પ્રાણીઓને કામ આવે તે માટે હું જંગલમાં જાઉ છું. ‘મને સમાધી ન આપતા પણ દેહદાન કરી દેજો સ્યુસાઈટ નોટમાં દર્શાવેલી વિગતો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી પાસે દોષિતોને કડક સજા મળે તેવી માંગ કરી ભારતી આશ્રમના લઘુ મહંત, મહામંડલેશ્ર્વર મહાદેવ ભારતી બાપુએ પાંચ પાનાની સ્યુસાઈટ નોટમાં જણાવ્યું છે કે હું આ બધાના ત્રાસથી જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું.
ગીરનાર જંગલમાં ગીરનારની સાનિધ્યમાં મારૂ જીવન પૂર્ણ કરૂ છું. મારી ઈચ્છા છે કે મારૂ શરીર જીવતા તો કોઈને કામ ન આવ્યું હોય પરંતુ મારા મર્યા પછી જંગલના જંગલી પશુઓને કામ આવે તે માટે હું જંગલમાં જઈ રહ્યો છું. કદાચ મારૂ શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધી ન આપતા દેહદાન કરી દેજો કેમ કે મારે આશ્રમની જમીન નથી રોકવી, મેં દેહદાનનો સંકલ્પ કર્યો છે.
સિવિલમાં ફોર્મ ભરવું હતું પણ તે શકય ન બનતા સંજયભાઈ સાથે વાત કરી છે તેનું રેકોર્ડીંગ પણ છે. મારા જેવા બીજાનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે તેવી માંગણી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાને અપીલ કરી છે. દોષીત હીતેશ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્ર્વર ભારતી, અમદાવાદના નીલેષ ડોડીયા, રોનક સોનીના ત્રાસનો ઉલ્લેક કરાયો છે.
આ લખાય છે ત્યાં સુધીમાં મહાદેવ ભારતી બાપુ ગુરૂ હરિહરાનંદ ભારતી બાપુ (ઉ.40)નો હજુ કોઈ પત્તો મળવા પામ્યો નથી. પોલીસની આઠ ટીમો વન વિભાગ સહિતની ટીમો ગઈકાલથી જંગલ ખુંદી રહ્યા છે પરંતુ કોઈ સફળતા હજુ મળવા પામી નથી છેલ્લે રૂપાયેતનના જંગલ રસ્તે મહાદેવ ભારતી બાપુ જોવા મળ્યા હતા. પુનીત આશ્રમ બાદ કયાં પત્તો મળવા પામ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી બાપુ 2022માં ગુમ થયા હતા તે વડોદરા આશ્રમથી લાપત્તા થયા હતા. આશ્રમની કરોડોની સંપત્તિ માટે અમુક શિષ્યોના ત્રાસના કારણે તેઓ વડોદરા આશ્રમ છોડીને કોઈ સેવકના ઘરે જતા રહ્યા હતા તેઓએ પણ એક ચીઠ્ઠી એક વિડિયો વાયરલ કર્યો હતો. ત્રણ દિવસની શોધખોળ બાદ હરિહરાનંદ ભારતી બાપુ મહામંડલેશ્વર હેમખેમ મળી આવ્યા હતા.

