મધ કુદરતની એક એવી ભેટ છે જે અનેક રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે. આયુર્વેદમાં મધને એક શક્તિશાળી ઔષધિ તરીકે જોવામાં આવ્યું છે, જે તમારા શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે. આમ તો એકલા મધનું સેવન કરવાથી પણ ઘણા ફાયદા મળે છે, પરંતુ જો તેમાં બ્લેક પેપર (કાળા મરી) મિક્સ કરીને ખાવામાં આવે તો તેનાથી બમણા ફાયદા થાય છે. આજે અમે તમને મસાલાઓની રાણી કહેવાતા કાળા મરીને મધ સાથે મિક્સ કરીને ખાવાના ચમત્કારિક ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ.
મધમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. કાળા મરીમાં પાઈપરીન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. બંનેને મિક્સ કરીને ખાવાથી રોગો સામે લડવાની આપણી શક્તિ વધે છે.
મધ અને કાળા મરી મિક્સ કરીને ખાવાથી સર્દી, ઉધરસ અને તાવથી રાહત મળે છે. વાસ્તવમાં મધ ગળાને સોફ્ટ રાખવામાં મદદરૂપ થાય છે, જ્યારે કાળા મરીમાં રહેલ કમ્પાઉન્ડ્સ ઉધરસ સામે લડે છે.
કાળા મરીમાં રહેલ પાઈપરીન શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને મધમાં નેચરલ શુગર હોય છે જે તમને એનર્જી આપે છે. બંનેને મિક્સ કરીને ખાવાથી મેટાબોલિઝ્મ ઝડપી બને છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
મધ તમારી સ્કીનને હાઈડ્રેટ કરે છે અને તેની ચમક વધારે છે. જ્યારે કાળા મરીમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી હોય છે, જે તમારી ત્વચાને ખીલથી દૂર રાખવામાં મદદ કરે છે.
મધ અને કાળા મરી બંનેમાં જ ડાઈઝેશનની સમસ્યાને દૂર કરવાના ગુણ છે. જ્યાં મધ પેટમાં બળતરા અથવા કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે, ત્યારે બીજી તરફ કાળા મરી ડાયઝેસ્ટિવ એન્જાઈમ્સને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.
મધ અને કાળા મરીને મિક્સ કરીને ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મધ એક નેચરલ શુગર છે અને કાળા મરીના ગુણો પણ ડાયાબિટીસના દર્દીઓ માટે સારા હોય છે.
મધ અને કાળા મરીને મિક્સ કરીને ખાવાનો સૌથી યોગ્ય સમય સવારનો છે. તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા માટે સવારે ખાલી પેટ ખાવું જોઈએ.