Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025

    રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો

    July 31, 2025

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China
    • રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો
    • પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court
    • Gondal: યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી
    • Gondal સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા
    • Gondal સબ જેલમાં ફાકી, સિગરેટ, ઠંડા પીણાંની બોટલના ઘા કરાયા
    • Narmada Dam : સિઝનમા પ્રથમવાર 5 દરવાજા ખોલાયા
    • Amreli ભાજપ-કોંગ્રેસના નારાજ આગેવાનો હવે હાથમાં ‘ઝાડુ’ પકડશે ?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Mission successful: Sunita Williams અને વિલ્મોર પૃથ્વી પર પરત
    આંતરરાષ્ટ્રીય

    Mission successful: Sunita Williams અને વિલ્મોર પૃથ્વી પર પરત

    Vikram RavalBy Vikram RavalMarch 19, 2025Updated:March 19, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.19

    અવકાશ વિજ્ઞાનની હરણફાળ અને ટેકનોલોજીની શ્રેષ્ઠતા વચ્ચે અમેરિકન અવકાશ વિજ્ઞાન સંસ્થા ‘NASA’ માટે પડકાર બની ગયેલી ઘટનામાં આજે અમેરિકન અવકાશયાત્રી Sunita Williams અને તેના સાથી એસ્ટ્રોનેટ બુચ વિલ્મોરને સહીસલામત પૃથ્વી પર પરત લાવવામાં સફળતા મળી છે.

    સમગ્ર વિશ્વનું ધ્યાન ગઈકાલથી જ સ્પેસ-એકસના અવકાશયાન ‘ડ્રેગન’ની પૃથ્વી પર વળતી સફર પર હતું. બે દિવસ પુર્વે સ્પેસ લેબ સાથે સફળતાપૂર્વક ડોકિંગ થયા બાદ 9 માસથી સ્પેસલેબમાં ફસાયેલા અને વળતી મુસાફરીની એક એક પળ માટે પણ જેઓ રાહ જોતા હતા તે Sunita Williams અને વિલ્મોર ઉપરાંત અન્ય બે રેગ્યુલર અવકાશયાત્રીને પરત લાવતા ડ્રેગન અવકાશ યાન (સ્પેસ એકસ ક્રુ.9) આજે ભારતીય સમય મુજબ સવારે 3.27 કલાકે ફલોરીડાના વિશાળ સમુદ્રના નલ્હાસી ક્ષેત્રમાં ઉતરાણ કર્યુ હતું.

    સ્પેસ યાનના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ સાથે જ મુખ્ય યાનથી તેનું અંતિમ એટેચમેન્ટ સમાન ડ્રેગ કેપ્સુલ અલગ પડી હતી અને હાલમાં જ જેનું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગલ્ફ ઓફ અમેરિકા કર્યુ છે તે પુર્વેના ગલ્ફ ઓફ મેકસીકોના યાત્રીઓ ઉતરવા રવાના થતા જ તેની વિશાળ પેરેશુટ નિયંત્રણ કક્ષાના આદેશ મુજબ ખુલી હતી અને કેપ્સુલે દરિયાના પાણીમાં ઉતરાણ મતલબ કે સ્પ્લેજાડાઉન કરતા જ અમેરિકી કોસ્ટગાર્ડના ત્રણ રેસ્કયુ શીપ એ તેમની આ કેપ્સુલ ભણી સફર શરૂ કરી હતી.

    સૌપ્રથમ ડ્રેગન કેપ્સુલને રીકવરી જહાજ મેગન પર ચડાવવામાં આવ્યુ હતુ અને બાદમાં ડ્રેગન ક્રાફટના ‘હેચ’ ખોલીને Sunita Williams સહિત ચાર અવકાશયાત્રીઓને બહાર લાવવામાં આવતા જ એક દિલધડક મિશન પાર થયાનો આનંદ અને અવકાશયાત્રીઓ સલામત પરત ફર્યાની ખુશી દુનિયાભરમાં ફરી વળી હતી.

    Sunita Williams અને તેના સાથી અવકાશયાત્રી ફરી આઠ દિવસના અવકાશી મિશન પર ગયા હતા અને વળતી મુસાફરીમાં બોઈંગ અવકાશયાન સ્ટારશીપમાં ક્ષતિ હોવાથી તેમાં વળતી મુસાફરીનું જોખમ લેવાયુ નહી પણ 8 દિવસનો આ શેડયુલ પ્રવાસ 286 દિવસનો બની ગયો હતો. આ સમય દરમ્યાન સ્પેસ લેબ મારફત Sunita Williams અને તેના સાથીઓએ 4576 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી અને અવકાશમાં 195 મિલિયન કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

    આજે ડ્રેગન કેપ્સુલના લેન્ડીંગ સાથે જ 10 મીનીટ સુરક્ષા ચેકીંગ થયા બાદ અંદર તથા બહારનું ઉષ્ણતામાન એક સમાન થયું કે તુર્ત જ અવકાશયાત્રીઓને બહાર લવાયા હતા.

    લાંબો સમય અવકાશમાં ગ્રેવીટી-ગુરૂત્વાકર્ષણ વિહિન સ્થિતિમાં રહ્યા હોવાથી અવકાશયાત્રીઓ તુર્તજ સ્પેસ-સ્ટ્રેચર જેવા સીધા રીકટરી વાનના ખાસ રૂમમાં રાખવામાં આવ્યા હતા. Sunita Williams એ સ્પેસ કેપ્સુલની બહાર આવતા જ હાથ હલાવીને સૌનુ અભિવાદન કર્યુ હતું.

    બાદમાં તેઓને દરિયા કિનારેથી સીધા NASAના ખાસ વિમાનમાં હ્યુસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાં ખાસ નિર્મિત ક્રુ કવાટર પર લઈ જવાયા છે અને અહી Sunita Williams અને તેના સાથી અવકાશયાત્રી ખાસ અનેક આરોગ્ય ચકાસણી અને પૃથ્વીના વાતાવરણ સાથે તેઓનું શરીર તાલ મિલાવી શકે તેવી તબીબી સહિતની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને એક વખત ફલાઈટ સર્જન મંજુરી આપે તે પછી તેઓ પોતાના કુટુંબ પાસે જઈ શકશે.
    સ્પેસ લેબમાં ફકત 8 દિવસ માટે ગયેલા અમેરિકન અવકાશયાત્રી Sunita Williams અને તેના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા એક મોટો પડકાર બન્યો હતો જે અમેરિકી અવકાશ સંસ્થા ‘NASA’ અને એલન મસ્કની કંપની સ્પેસ-એકસ-એ પાર પાડયો છે.

    રીટર્ન જર્નીમાં રશિયન સહિતના કુલ ચાર અવકાશયાત્રી પરત આવ્યા છે અને Sunita Williams તથા તેના સાથીના પૃથ્વી પર સલામત પરતને વધાવી લેતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યુ કે ‘વાદા કિયા વાદા નિભાયા’ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ચુંટણી પ્રચારમાંજ સુનિતા અને તેના સાથીને સલામત પરત લાવવાનું વચન આપ્યુ હતું અને ટ્રમ્પે તેમાં ખાસ તેઓ ગલ્ફ ઓફ અમેરિકામાં પરત આવ્યા છે તે નોંધ લીધી.

    તો સાથોસાથ સ્પેસ એકસ જે તેમના ખાસ સાથી એલન મસ્કની માલીકીની કંપની છે તેણે આ મિશન સફળ બનાવ્યું તે માટે ટ્રમ્પને પણ ધન્યવાદ આપ્યા હતા. વ્હાઈટ હાઉસે લખ્યું કે આ મિશનને પ્રાથમીકતા આપવા બદલ મસ્કનો આભાર માનુ છું.

    નવ મહિના બાદ અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરેલા ભારતીય મૂળના અવકાશયાત્રી Sunita Williamsનુ સ્પેસક્રાફટ સમુદ્રમાં ઉતરતાની સાથે જ દરિયાઈ ડોલ્ફીન ઘેરી વળી હતી. આમ અવકાશયાત્રીનું સૌપ્રથમ સ્વાગત ડોલ્ફીને કર્યુ હતું.

    ભારતીય સમય મુજબ વ્હેલીસવારે ચાર અવકાશયાત્રીઓ સાથેનુ સ્પેસક્રાફટ દરિયામાં ઉતર્યુ હતું. આ તકે NASAની ખાસ ટીમ બોટમાં મૌજૂદ હતી અને ત્યારે જ રોમાંચ સર્જતુ દ્રશ્ય સર્જાયુ હતુ. સ્પેસક્રાફટના ઉતરાણ સાથે જ તેને અનેક ડોલ્ફીન માછલીઓએ ઘેરી લીધુ હતુ.

    સ્પેસક્રાફટની ચારે તરફ ડોલ્ફીન માછલીઓનુ ટોળુ તરતુ જોવા મળ્યુ હતું. Sunita Williamsને કેપ્સુલમાંથી બહાર કાઢતી વખતે પણ ડોલ્ફીનનો ઘેરો હતો. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને ભારે વાઈરલ થયા હતા.

    પૃથ્વીની પરિક્રમા કરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્પેસ-એક્સમાં 9 મહિના સુધી રહેલા અંતરિક્ષ યાત્રી Sunita Williamsને ભારત આવવા વડાપ્રધાન Narendra Modiએ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’

    મહા પ્રયાસે આખરે તે બંને અંતરિક્ષ યાત્રીઓ Sunita Williams અને બુચ વિલ્મોર ‘ડ્રેગન’ નામક કેપ્શ્યુલમાં બેસી અન્ય બે ક્રૂ મેમ્બર્સ સાથે મંગળવારે રાત્રે 1:05 મિનિટે (ન્યૂયોર્ક સમય) પૃથ્વી તરફ રવાના થયા હતા અને આજે વ્હેલી સવારે પૃથ્વી પર પરત આવ્યા હતા.

    આ કેપ્શ્યુલ પૃથ્વી ફરતા થોડા ચકરાવા લઈ પેરેશ્યુટ દ્વારા ફલોરિડાના સમુદ્ર-તટ પાસે તેમણે ઉતરાણ કર્યું હતું.  વિશ્વ સમસ્ત આ ‘જાંબાઝ’ અંતરિક્ષ યાત્રીઓનાં આગમનની કાગ-ડોળે રાહ જોઈ રહ્યું હતું. કેટલાએ મહિનાઓ સુધી તેઓ અંગે અદ્ધર શ્વાસ રહ્યું હતું. હવે વિશ્વે નિરાંતનો શ્વાસ લીધો છે.

    નવ-નવ મહિના સુધી અવકાશમાં અટવાયેલા રહ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી Sunita Williams આજે વ્હેલી સવારે પૃથ્વી પર પરત ફર્યા હતા. સ્પેસએકસ ડ્રેગનમાં તેમની વાપસી થઈ હતી. ફલોરિડાના સમુદ્રકાંઠે સ્પેસક્રાફટનુ ઉતરાણ થયુ હતુ.

    જરૂરી પ્રક્રિયા બાદ તેમને કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારપછીનુ ‘પ્રથમ સ્માઈલી રીએકશન’ યાદગાર બન્યુ હતુ અને ખૂબ વાઈરલ થયુ છે. તસ્વીરમાં સ્પેસક્રાફટનુ સમુદ્રમાં ઉતરાણ અને ત્યારબાદ અવકાશયાત્રીઓને બહાર કઢાયા તે દેખાય છે.

    'return' to Earth Mission successfu Sunita Williams Wilmore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025
    રાષ્ટ્રીય

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025
    રાષ્ટ્રીય

    સમુદ્રનાં ઉંડાણમાં વધી રહ્યો છે ભારતનો ભવ્ય દબદબો: આવી રહ્યું છે ‘Samudrayan’

    July 31, 2025
    આંતરરાષ્ટ્રીય

    America માં પાંચ સંતાનની માતા દર મહિને 87 હજાર રૂપિયા કમાય છે

    July 31, 2025
    અન્ય રાજ્યો

    Malegaon blast માં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત સાત આરોપીઓ નિર્દોષ

    July 31, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઊંઘમાં ખલેલ પહોંચવાથી 172 બીમારીઓનો ખતરો વધી જાય છે

    July 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025

    રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો

    July 31, 2025

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025

    Gondal: યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી

    July 31, 2025

    Gondal સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા

    July 31, 2025

    Gondal સબ જેલમાં ફાકી, સિગરેટ, ઠંડા પીણાંની બોટલના ઘા કરાયા

    July 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025

    રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો

    July 31, 2025

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.