Mithapur તા.૧૪
ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા દક્ષાબેન ટપુભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના કોળી મહિલા સગર્ભા હોય, જેથી પ્રસુતિ માટે તેણીને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રસુતિ બાદ તેમની તબિયત લથડતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ ટપુભાઈ ધીરુભાઈ મકવાણાએ ભાણવડ પોલીસને કરી છે.