Mithapur તા.૧૪
ભાણવડ તાલુકાના વેરાડ ગામે હાલ રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના અજીત મુરુભાઈ ભીલ નામના ૨૩ વર્ષના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં વેરાડ ગામનો હિતેશ છાટકા નામનો શખ્સ ફરાર જાહેર કરાયો હતો. જ્યારે અન્ય એક દરોડાની કાર્યવાહીમાં પોલીસે વેરાડ ગામના માલધારી હિતેશ છાટકાને વિદેશી દારૂની સાત બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મોરઝર ગામનો વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.