મીઠાપુર, તા.૨૯
દેવભૂમી દ્વારકા જીલ્લાના વરવાળા ગામે એક જાગૃત નાગરીકની બાજ નજરના કારણે સરકારી અનાજની હેરાફેરી કરનાર પકડાયો છે. વરવાળા ગામે એક બાઈક ચાલક સરકારી અનાજની હેરાફેરી કરે છે તેવુ એક જાગૃત નાગરીકના ઘ્યાનમાં આવતા તેણે આ વ્યકિતને પકડી લગત અધિકારીને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને કાર્યવાહી કરી હતી. જો વરવાળાના નાગરીકે જાગૃતતા દેખાડી તેવી જાગૃતતા બીજા પણ દેખાડે તો બેનંબરીયાઓને કાયદાનુ ભાન થાય તે સહજ વાત છે.