૧૬ વર્ષની ઉંમરે રાજ કપૂરે ‘રામ તેરી ગંગા મૈલી’માં યાસ્મીનને સાઇન કરી અને તેનું નામ ‘મંદાકિની’ રાખ્યું હતુ
Mumbai,, તા.૨
‘રામ તેરી ગંગા મૈલી’થી રાતોરાત સ્ટાર બનેલી મંદાકિની હવે ૬૨ વર્ષની થઈ ગઈ છે. તેના નામની ચર્ચાની સાથે, ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ પણ હેડલાઇન્સમાં આવે છે, જેના કારણે અભિનેત્રીનું કરિયર બરબાદ થઈ ગયું હતું. જ્યારે મંદાકિનીના મિથુન ચક્રવર્તી સાથેના અફેરના સમાચાર બહાર આવ્યા, ત્યારે દાઉદે મિથુનનું જીવવું હેરાન કરી નાખ્યું હતું.જ્યારે પણ આપણે મંદાકિની વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણને હંમેશા ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ યાદ આવે છે, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. મંદાકિનીએ બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, અને પછીથી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. પરંતુ આજે પણ લોકો મંદાકિનીને ‘રામ તેરી ગંગા મૈલી’ માટે યાદ કરે છે. જોકે આ ફિલ્મ અને મંદાકિની વચ્ચે રાજ કપૂર અને પુત્ર રાજીવ વચ્ચે અણબનાવ થયો હતો. આ અણબનાવ એટલો મોટો હતો કે રાજીવ તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહ્યો ન હતો. મંદાકિની સાથે ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ પણ ચર્ચામાં આવે છે.જ્યારે પણ આપણે મંદાકિની વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણને હંમેશા ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ યાદ આવે છે, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. મંદાકિનીએ બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, અને પછીથી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. પરંતુ આજે પણ લોકો મંદાકિનીને ‘રામ તેરી ગંગા મૈલી’ માટે યાદ કરે છે. જોકે આ ફિલ્મ અને મંદાકિની વચ્ચે રાજ કપૂર અને પુત્ર રાજીવ વચ્ચે અણબનાવ થયો હતો. આ અણબનાવ એટલો મોટો હતો કે રાજીવ તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહ્યો ન હતો. મંદાકિની સાથે ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ પણ ચર્ચામાં આવે છે.મંદાકિનીનું સાચું નામ યાસ્મીન જોસેફ ઠાકુર હતું. તેના પિતા બ્રિટિશ હતા અને માતા હિમાચલી હતી. ૧૬ વર્ષની ઉંમરે રાજ કપૂરે ‘રામ તેરી ગંગા મૈલી’માં યાસ્મીનને સાઇન કરી અને તેનું નામ ‘મંદાકિની’ રાખ્યું. ૧૯૮૫માં રિલીઝ થયેલી આ ફિલ્મ સાથે, તે રાતોરાત સ્ટાર બની ગઈ અને દાઉદ ઇબ્રાહિમના ધ્યાનમાં પણ આવી.’રામ તેરી ગંગા મૈલી’ પછી મંદાકિનીને ફિલ્મોની લાઇન લાગી હતી. તેણે મિથુન ચક્રવર્તી સાથે લગભગ ૧૨ ફિલ્મોમાં કામ કર્યું. તેની અને મિથુનની જોડી ખૂબ જ હિટ થઈ અને તેમના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા. અહેવાલો અનુસાર જ્યારે દાઉદ ઇબ્રાહિમને આ વાતની ખબર પડી, ત્યારે તે ગુસ્સે થઈ ગયો. તેને મિથુનની મંદાકિની સાથેની નિકટતા પસંદ નહોતી.આવું થતા દાઉદ ઇબ્રાહિમે મિથુન ચક્રવર્તીને ઘણી ધમકી આપી. ક્યારેક ફોન પર તો ક્યારેક પોતાના માણસો મોકલીને. દાઉદ ઇબ્રાહિમે મિથુન ચક્રવર્તીનું જીવન નરક બનાવી નાખ્યું અને તેને મારી નાખવાની ધમકી પણ આપી. જોકે મંદાકિની અને મિથુન ચક્રવર્તીએ અફેરના સમાચારોને નકારી કાઢ્યા અને કહ્યું કે તે એકબીજા વચ્ચેનો પ્રોફેશનલ સંબંધ હતો, તેમ છતા દાઉદ ઇબ્રાહિમને વિશ્વાસ નહોતો થયો.આવું થતા દાઉદ ઇબ્રાહિમે મિથુન ચક્રવર્તીને ઘણી ધમકી આપી. ક્યારેક ફોન પર તો ક્યારેક પોતાના માણસો મોકલીને. દાઉદ ઇબ્રાહિમે મિથુન ચક્રવર્તીનું જીવન નરક બનાવી નાખ્યું અને તેને મારી નાખવાની ધમકી પણ આપી. જોકે મંદાકિની અને મિથુન ચક્રવર્તીએ અફેરના સમાચારોને નકારી કાઢ્યા અને કહ્યું કે તે એકબીજા વચ્ચેનો પ્રોફેશનલ સંબંધ હતો, તેમ છતા દાઉદ ઇબ્રાહિમને વિશ્વાસ નહોતો થયો.