Mumbai,તા.8
મહારાષ્ટ્રમાં ફરી એક વખત મરાઠી ભાષાના મુદે એક થયેલા શિવસેના ઉદ્ધવ જૂથ તથા રાજ ઠાકરેના નેતૃત્વના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં મીરા ભાયંદર માર્ગ પર પોલીસની કોઈ મંજુરી વગર રેલીઓ અને દેખાવો યોજવાનું શરૂ કરતા જ પોલીસ સાથે અથડામણ થઈ હતી.
રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમાં કાયદાને હાથમાં ન લેવા એમએનએસના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી. અહી એક વ્યાપારીને મરાઠી નહી બોલવા મુદે જે રીતે એમએનએસના કાર્યકર્તાઓએ થપ્પડો ઝીંકી તે બાદ સ્થાનિક વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.
પોલીસે એમએનએસના સાત કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધતા હવે રાજ ઠાકરે સમર્થિત આ રાજયપક્ષના કાર્યકર્તાઓએ રોડ પર આવીને દેખાવો શરુ કરતા પોલીસે તમામની ધરપકડ કરી હતી. સેંકડો કાર્યકર્તાઓ માર્ગ પર ઉતરીને બસ તથા અન્ય વાહનો રોકયા હતા અને ચકકાજામ જેવી પરીસ્થિતિ પેદા કરી હતી.
પરંતુ પોલીસે તુર્ત જ એકશન લઈને તમામની ધરપકડ કરી છે. રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપતા જણાવ્યું કે આ પ્રકારની પરીસ્થિતિ સ્વીકાર્ય બનશે નહી. આજે આ વિસ્તારમાં વેપારીઓ દ્વારા જે રીતે ગત સપ્તાહની ઘટનામાં મરાઠી નહી બોલનાર વેપારીને એમએનએસના કાર્યકર્તાઓએ થપ્પડો મારી હતી.
તેનો વિરોધ કરી રહ્યા હતા અને બીજી તરફ પોલીસે રાજ ઠાકરેના ટેકેદારો સામે જે એફઆઈઆર દાખલ કરી તેની સામે આ પક્ષના કાર્યકર્તાઓ પહોંચતા જ વેપારી અને એમએનએસના કાર્યકર્તાઓ વચ્ચે થોડી ઝપાઝપી પણ થઈ હતી.