New Delhi, તા.4
આધારકાર્ડ ઈશ્યુ કરનારી સંસ્થા યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) એ હાલમાં જ એક નવી એપ લોન્ચ કરી છે.જેમાં આપ ઘેરબેઠા આધારકાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી છે, જયારે, નામ અને ઈ-મેઈલ આઈડી પણ અપડેટ કરવાની સુવિધા જલ્દી શરૂ કરવામાં આવશે.
આ ફેરફારોના કારણે યુઝર્સને કોઈ ડોકયુમેન્ટની જરૂર નહીં પડે. એપ પર ઓટીપી વેરિફીકેશન અને ફેસ ઓથેટિકેશનથી આ બધુ અપડેટ કરી શકાશે. આ સર્વિસથી દુર-દુરના વિસ્તારોમાં રહેનારા લોકો, સિનીયર સિટીઝન અને દર્દીઓને ફાયદો થશે. આ એપથી પરિવારના અનેક આધાર પ્રોફાઈલ એક જ ફોનમાં મેનેજ કરવામાં આવી શકે છે.
આવી રીતે થશે અપડેટ
આધાર એપમાં `માય આધાર અપડેટ’ પર કિલક કરો. મોબાઈલ નંબર અપડેટનું ઓપ્શન મળશે. ઓટીપી વેરીફાઈ બાદ ફેર ઓથેંટિકેશન કરો. રૂા.75ના પેમેન્ટ બાદ પ્રોસેસ પુરી થઈ જશે.

