Telanganaતા.26
Mobile tailor shop: તેલંગાણા સ્થિત એસ કે કલિશા ફૂડ અને ગ્રોસરી એપ્સ જેવી દરજીની સેવાઓની હોમ ડિલિવરી પૂરી પાડે છે. તેણે પોતાની બાઇકમાં ફેરફાર કરીને તેનાં પર સિલાઈ મશીન ફીટ કર્યું છે. આના પર તે આમતેમ ફરીને લોકોનાં કપડા સીવે છે. આ ખાસ પહેલ ઘણાં લોકો માટે પ્રેરણારૂપ પણ બની રહી છે.
કૃષ્ણા જિલ્લાનાં વણુકુરુ ગામનાં રહેવાસી 58 વર્ષીય આ વ્યક્તિ દરરોજ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળે છે અને રાત્રે લગભગ 9 વાગ્યે પરત ફરે છે. તે રોજ 4-5 ગ્રાહકોના કપડાં રિપેર કરે છે. લોકો તેમને બોલાવે છે અને તેમની સામે તેમની પસંદગી અનુસાર કપડાં તૈયાર કરાવે છે.
કાલિશાએ જણાવ્યું કે તેણે લગભગ 40 વર્ષ પહેલાં સીવણ શરૂ કર્યું હતું. 20 વર્ષ પહેલાં તેને દુકાન ભાડે આપવામાં મુશ્કેલી પડતી હતી, તેથી તેણે Mobile tailor shop શરૂ કરી હતી. તે અને તેની પત્ની વાનુકુરુમાં સરકારી આવાસમાં રહે છે.
કાલિશા રોજના આશરે રૂ. 500 કમાય છે અને દરેક ફેરફાર માટે રૂ. 10 થી રૂ. 200 સુધીનો ચાર્જ લે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તમારી પ્રશંસા કરી હતી એ તમને ખબર છે, તો તેઓ હસી પડ્યાં અને બોલ્યાં, “મને એક સુશિક્ષિત મિત્રનો ફોન આવ્યો.
જેણે આ સમાચાર મને આપ્યાં હતાં. સરકાર પાસેથી મદદ મેળવવા પર કાલિશાએ જણાવ્યું હતું કે, તે બેન્કમાંથી લોન લેવા માંગે છે, જેથી તે બાઇક પર વરસાદથી બચવા માટે ઉપાય કરી શકે અને નવું સિલાઇ મશીન પણ ખરીદી શકે. તેમની મહેનત અને અનન્ય સેવા બધાં માટે પ્રેરણારૂપ છે.