Bhavnagar,તા.6
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામે વાવાઝોડાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તે અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને NDRF ની ટીમના સંયુક્ત ઉપક્રમે કવાયત હાથ ધરવામાં આવી હતી.
મોકડ્રીલમાં ગામલોકોને આગોતરી ચેતવણી, સ્થળાંતર, શોધ અને બચાવ જેવી કામગીરીનું પ્રદર્શન મોકડ્રીલ દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોકડ્રીલ બાદ કુડા ગામ પાસે આવેલ કોઝ-વે ની પણ મુલાકાત કરવામાં આવી હતી. આ તકે ડીપીઓ ડિઝાસ્ટર ડીમ્પલ તેરૈયા, એનડીઆરએફ ઇન્સ્પેક્ટર શ બાબુલાલ યાદવ, મામલતદાર ઓફિસ ઘોઘાના પૂર નાયબ મામલતદાર અને ગામના સરપંચ અને તલાટી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.