Surat,તા.03
સુરત સહિત રાજ્યભરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના સારોલીમાં શુક્રવારે સવારે કોઈ કારણસર ટેન્શનમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. આપઘાતના સમાચાર સાંભળીને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. આ મામલે પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો છે. 19 વર્ષીય સુખપ્રિત લખવીન્દર સિંહ કૌર શુક્રવારે તેની બહેનપણીના ઘરના બેડરૂમમાં કોઈ કારણસર ટેનન્શનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તે મુળ મધ્યપ્રદેશના શિવપુરીની વતની હતી અને 4-5 દિવસ પહેલા સુરત આવીને બહેનપણી સાથે રહેતી હતી.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલી અવિર્ભાવ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય લક્ષ્મી ગૌતમે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પતિએ જણાવ્યું હતું કે લક્ષ્મી મૂળ ઓરિસ્સાના ગંજામની રહેવાસી હતી. વતન જવા બાબતે બોલાચાલી થઈ હતી. તો બીજી તરફ યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, ‘મારા જીજાજી દારૂ પીને આવીને મારી બહેન સાથે ઝઘડો કર્યો હતો. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે’. લક્ષ્મીને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે. તેના પતિ લૂમ્સ ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
જ્યારે ઉત્રાણમાં હળપતિવાસમાં રહેતા 58 વર્ષીય ભીમરાવ ચતુરભાઇ દેવડે શુક્રવારે બપોરે ઘરમાં એસિડ પી જતાં પરિવારજનો સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં શુક્રવારે ત્યારે તેમનું મોત નીપજયું હતું. પોલીસે કહ્યું કે, ભીમરાવના આપઘાતનું કારણ પણ અકબંધ છે. તેમને 3 સંતાન છે. તે મુળ મહારાષ્ટ્રના નંદુરભારના વતની હતા. તે છુટક મજુરી કામ કરતા હતા.
સુરત બારડોલી રોડના ભારીયા ગામમાં સારથી રેસીડન્સીમાં આ ઘટના બની હતી. આપઘાતના બનાવ જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક મોડલનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સુખપ્રિતના આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે પૂછપરછ દૌર શરૂ કર્યો છે.