New Delhi,તા.25
વડાપ્રધાન મોદીના નામે હવે નહેરૂ પછી સૌથી વધુ શાસન કરનારા બીજા ક્રમના વડાપ્રધાનનો આજે રેકોર્ડ નોંધાયો છે. આ પહેલા આ રેકોર્ડ સ્વ.ઈન્દીરા ગાંધીના નામે હતો.પોતાની લોકપ્રિયતાના બળે ભાજપને સતત ત્રીજી વાર સતા અપાવનાર મોદીએ આજે 25 જુલાઈએ આ રેકોર્ડ તોડયો છે.
આજે વડાપ્રધાને પોતાના કાર્યકાળના 4078 દિવસ પુરા કર્યા છે.ઈન્દીરા ગાંધી 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ સુધી સતત 4077 દિવસો સુધી વડાપ્રધાન હતા.
પંડિત નહેરૂ ઉપરાંત મોદી એકમાત્ર વડાપ્રધાન છે.જેમણે સતત ત્રણ સામાન્ય ચૂંટણી જીતી છે. રાજય-કેન્દ્રને મળીને મોદી 24 વર્ષો સુધી સરકારનું નેતૃત્વ કરી ચૂકયા છે જે એક રેકોર્ડ છે.
આઝાદી બાદ જન્મ લેનાર ભારતના પ્રથમ વડાપ્રધાન
એક અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિ મોદીનાં ખાતામાં એ પણ છે કે દેશની આઝાદી બાદ જન્મ લેનાર તેઓ પહેલા વડાપ્રધાન છે. સાથે સાથે બિન હિન્દી રાજયમાંથી આવનાર સૌથી લાંબા સમય સુધી સતામાં રહેનાર પહેલા વડાપ્રધાન પણ છે.
અનેક માઈલસ્ટોન મોદીના નામે
♦ ચુંટાયેલી સરકાર (કેન્દ્ર અને રાજય મળીને)ના પ્રમુખ તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર વડાપ્રધાન
♦ પહેલા એકમાત્ર બિન કોંગ્રેસી પીએમ, જેમણે ઓછામાં બે કાર્યકાળ પુરા કર્યા
♦ એકમાત્ર એવા બિન કોંગ્રેસી પીએમ, જેમણે સામાન્ય ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવી
♦ ઈન્દિરા ગાંધી (1971) બાદ પહેલા એવા વડાપ્રધાન છે જે પૂર્ણ બહુમતી સાથે બીજીવાર ચૂંટાયા
♦ પંડિત નહેરૂ ઉપરાંત એકમાત્ર એવા પીએમ છે જેમણે કોઈ પાર્ટી નેતાના રૂપમાં સતત ત્રણ સામાન્ય ચૂંટણી જીતી છે.
♦ તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે કોઈ પાર્ટી નેતા તરીકે સતત 6 ચૂંટણી જીતી છે.
♦ મોદીએ વર્ષ 2002, 2007 અને 2012 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ વર્ષ 2014, 2019 અને 2024 ની લોકસભા ચૂંટણી જીતી છે.