Odisha તા.29
ઓરિસ્સાના ઝારસુગુડામાં વડાપ્રધાન મોદીએ અનેક પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતાં. આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થયેલી બ્રહમપુર-ઉઘના અમૃત ભારત ટ્રેનથી ગુજરાતના ઉડીયા લોકોને લાભ મળશે.
આ તકે વડાપ્રધાન મોદીએ ગુજરાતને પ્રથમ અમૃત ભારત ટ્રેનની ભેટ આપી હતી. પ રાજયોને જોડતી આ સુરત ઉઘના-બ્રહમપુર અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી આજે ઉઘનાથી રેલવે મંત્રી અશ્વીની વૈશ્ણવે આપી પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે ઓરીસ્સા અને ગુજરાતમાં કાર્યક્રમો યોજાયા હતાં. ઓરીસ્સામાં જનસભાને સંબોધીત કરતા વડાપ્રધાન મોદીએ ગુજરાતને પ્રથમ અમૃત ભારત ટ્રેનની ભેટ આપતા જણાવ્યું હતું કે આજથી શરૂ થયેલી બ્રહમપુર-ઉઘના અમૃત ભારત ટ્રેનથી ગુજરાતના ઉડીયા લોકોને લાભ થશે.
દરમિયાન આજે સુરતના ઉધના ખાતે કેન્દ્રીય જળશકિત મંત્રી તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વીની વૈશ્ણવની ખાસ હાજરીમાં અમૃત ભારત ટ્રેનને ઉધનાથી બ્રહમપુર ભુવનેશ્વર ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાઇ હતી.
આ કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઇ દલાલ, શહેર પ્રમુખ પરેશભાઇ પટેલ, મેયર માવાણી, ધારાસભ્યો દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્યો સંગીતાબેન પાટીલ, મનુભાઇ પટેલ સહીત પદાધીકારીઓ ઉપસ્થિત હતાં. ઉલ્લેખનીય છે કે ઉઘના-બ્રહમપુર ભુવનેશ્વર ટ્રેન પ રાજયોને જોડે છે. તે અત્યાધુનીક સુવિધાથી સજજ છે. આ ટ્રેન 130 થી 160 કિલોમીટરની ઝડપે દોડે છે.