ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારા રક્ષા પ્રશિક્ષણ, સંયુક્ત અભ્યાસ અને ટેક્નોલોજી શેરિંગ પર ભાર મુકાયો
Johannesburg, તા.૨૨
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 લીડર્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી. બંને દેશો વચ્ચે છેલ્લા પાંચ વર્ષોમાં મજબૂત બનેલી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
શુક્રવારના રોજ વડાપ્રધાનમોદી દક્ષિણ આફ્રિકા પહોંચી ઓસ્ટ્રેલિયન PM અલ્બેનીઝને મળ્યા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે, આ વર્ષે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યૂહાત્મક ભાગીદારીના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આપણા સંબંધોમાં પરિવર્તનકારી પ્રગતિ થઈ છે. આજે અમારી બેઠક ખૂબ જ ઉપયોગી રહી. બંને દેશો વચ્ચે વધતા સહકારને લઈને G-20એ ખાસ સંતોષ વ્યક્ત કર્યો.
ચર્ચાના મુખ્ય મુદ્દા
સંરક્ષણ અને સુરક્ષા સબંધો : બંને દેશો હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે વર્ષોથી સહકાર વધારી રહ્યા છે. રક્ષા પ્રશિક્ષણ, સંયુક્ત અભ્યાસ અને ટેક્નોલોજી શેરિંગ પર ભાર મુકાયો.
વેપાર અને આર્થિક ભાગીદારી : ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા બંને નેતાઓ અનુમોદિત. મહત્વપૂર્ણ ખનિજો, વધતા રોકાણ અને નવી વેપાર તક પર ચર્ચા થઈ.
પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહયોગ : સ્વચ્છ ઉર્જા અને પરમાણુ સહકાર વધારવા માટે બંને દેશો પ્રયત્નશીલ રહેશે.
શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન : વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વ્યાવસાયિકો માટે વધુ સુવિધા અને તક ઉભી કરવાનો મુદ્દો મુખ્ય રહ્યો.
અલ્બેનીઝે દિલ્હી ખાતે તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા તેમજ સાઉદી અરેબિયામાં બસ અકસ્માતમાં ભારતીયોના મોત પર શોક વ્યક્ત કર્યો અને ભારત સાથે એકતા દેખાડી.
ઓસ્ટ્રેલિયન ઁસ્ અલ્બેનીઝે કહ્યું કે, ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો ખુબ જ ગાઢ છે. આપણે આર્થિક અને રક્ષણ સહયોગને વધુ ઊંડો કરી શકીએ છીએ. આપણા વચ્ચે ચર્ચા માટે ઘણું છે અને સહકારની સંભાવનાઓ વધી રહી છે.
વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, ૨૦૨૦માં સંબંધોને “વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી” તરીકે અપગ્રેડ કર્યા બાદ બંને દેશો વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ પ્રગતિ થઈ છે. બંને નેતાઓએ આતંકવાદ સામે વૈશ્વિક લડતને વધુ મજબુત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
G-20 સમિટની સાઇડલાઇન બેઠકમાં ઁસ્ મોદીએ દક્ષિણ આફ્રિકાની મોટી ટેક કંપની દ્ગટ્ઠજીજિના ચેરમેન કૂસ બેકર અને ઝ્રર્ઈં ફેબ્રિસિયો બ્લોસિ સાથે મુલાકાત કરી.
આ બેઠકમાં ભારતના ઝડપથી વિકસતા ડિજિટલ ઇકોસિસ્ટમમાં રોકાણ વધારવાની સંભાવનાઓ, ટેક્નોલોજી, ઈન્ટરનેટ સેવાઓ અને ડિજિટલ ફાઈનાન્સ ક્ષેત્રે સહકારની શક્યતાઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ મુલાકાતની પુષ્ટિ કરી.

