New Delhi,તા.28
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ભારત પર 50% ટેરીફ લાદી દીધા બાદ હવે ભારત તેનો મુકાબલો કઈ રીતે કરવા તેની એક બાદ એક વ્યુહરચના ગોઠવી રહ્યું છે અને ખાસ કરીને ઘરઆંગણે નિકાસકારોને જે મોટો પડકાર છે તે ઉપાડવા અમેરિકા સિવાયના દેશોમાં નિકાસની નવી સંભાવનાઓ પર પણ સરકાર કામ કરી રહી છે.
તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવા અને મંત્રી સ્તર સુધી વોકલ-ફોર લોકલનો મંત્ર અપનાવવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ટેરીફથી જે પડકારો ઉભા થયા છે તે ઉપાડવા દેશ તૈયાર છે તેવું જણાવીને ઉંચા ટેરીફની ધમકી સામે નહી ઝુકવાનો સંકેત આપી દીધો છે.
તે સમયે ગઈકાલે કેબીનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક ભારતીય ઉત્પાદનનો જ ઉપયોગ વધે તે જોવા તમામ મંત્રીઓને સલાહ આપી છે. શ્રી મોદીએ લાંબા સમયથી આત્મનિર્ભર ભારત મેઈડ ઈન ઈન્ડીયા સ્વદેશી ઉત્પાદનોમાં ઉપયોગને વેગ આપવા માટે અનેકવિધ આયોજનો કર્યા છે. તેઓએ હવે દુકાનદારોને અહી સ્વદેશી માલસામાન વેચાય છે તેવું બોર્ડ મુકવા પણ અપીલ કરી હતી.
મોદીએ બીજી તરફ વિદેશી મૂડીરોકાણને આંચ ન આવે તે જોવા માટે જે સ્વદેશી મંત્ર આપ્યો છે તેમાં જણાવ્યું કે રોકાણ કોનું છે તે જોવાની જરૂર નથી. ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે તે જોવા જણાવ્યું હતું. વડાપ્રધાને કેબીનેટ બેઠકમાં પીએમ સ્વદેશી સ્કીમ હેઠળ પ્રચાર વધે તે જોવા જણાવ્યું હતું.
ખાસ કરીને જે સ્ટીટવેર્જીસ- માર્ગો પરના ફરિયાઓ માટે લોન-સહાય યોજના છે તેનો લોન-સહાય યોજના છે તેનો લાભ લેનાર માટે ખાસ પ્રકારના ટીશર્ટ તૈયાર કરવા જણાવ્યુ છે જેથી તેઓ સરળતાથી ઓળખાઈ શકે. તેમાની ગરીબો માટે કેન્દ્ર સરકારની જે નીતિ છે તેને આગળ ધરી શકાય છે.
આ ઉપરાંત વડાપ્રધાને તમામ મંત્રીઓને અને તેમના વિભાગોને તમામ યુદ્ધ સમારોહ દિલ્હીમાંજ યોજવાના બદલે દેશના વિવિધ ભાગોમાં યોજવા જેથી કેન્દ્રની યોજનાઓનો પ્રચાર દેશભરમાં થાય તે જોવા પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત તમામ મંત્રાલયોને બે વર્ષમાં એક જ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ યોજવા તાકીદ કરી છે. વારંવારના આ પ્રકારના ઈવેન્ટથી અધિકારીઓ તેની તૈયારીમાં જ વ્યસ્ત રહે છે જેથી સરકારના કામકાજને અસર થતી હોવાનું પણ વડાપ્રધાને નોંધ્યું છે.