Upleta,તા.28
ઉપલેટા અહીં તાલુકા મોજીરા પાસે આવેલ મોજ ડેમ છલકાયો છે. ડેમની સપાટી 44 ફૂટ છે ડેમ નીચે આવતા ગામો ગઢાળા તથા ખાખી જાળીયા તથા સેવંત્રા, નવા પરા, કેરાળા, ગામોના લોકોને મોજ ના નદીના પટ અવરજવર ન કરવી અને સાવચેત રહેવાની તંત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે.
ઉપલેટા તાલુકામાં બે ડેમ આવેલા છે જેમાં ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલ વેણુ બે ડેમ હાલ ઓવરફ્લો છે જેથી ઉપલેટા શહેર તથા તાલુકાના 13 ગામડા તથા ખેતીના પાણીનો પ્રશ્ર્ન હાલ થયેલ છે.