Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી

    July 14, 2025

    Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત

    July 14, 2025

    Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ

    July 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી
    • Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત
    • Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ
    • 15 જુલાઈનું રાશિફળ
    • 15 જુલાઈનું પંચાંગ
    • Nimuben Bambhania ના હસ્તે તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ કરાયું
    • Robert Vadra ઈડી સમક્ષ હાજર થયા; સંજય ભંડારી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ
    • Himachal માં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૯૮ લોકોના મોત થયા છે, રાજ્યમાં ૨૦૯ રસ્તા બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Monsoon Special Series ‘અગમચેતી એ જ સલામતી’
    લેખ

    Monsoon Special Series ‘અગમચેતી એ જ સલામતી’

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વીજળીના કડાકાથી રક્ષણનું કવચ અને હવામાનની માહિતી આંગળીના ટેરવે મેળવવાનો સહેલો રસ્તો એટલે ‘દામિની એપ્લિકેશન’
    આજે જ, ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરો
    આજના આધુનિક યુગમાં ટેકનોલોજી આપણા જીવનના દરેક પાસાને સ્પર્શી રહી છે અને કુદરતી આફતો સામે રક્ષણ પૂરું પાડવામાં પણ તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન, વીજળી પડવાની ઘટનાઓ એક ગંભીર સમસ્યા રહી છે. જેના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે અને મોટા પાયે જાનમાલને પણ નુકસાન થાય છે. આ પડકારનો સામનો કરવા માટે, ભારત સરકાર દ્વારા “દામિની એપ્લિકેશન” (DAMINI App) વિકસાવવામાં  આવી છે, જે વીજળી પડવાની ઘટનાઓ વિશે સચોટ અને સમયસર માહિતી પૂરી પાડીને લોકોને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થાય છે. જે ભારતના નાગરિકો, ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે અત્યંત ઉપયોગી છે.

    જાણો, શું છે દામિની એપ્લિકેશન?

    દામિની એપ્લિકેશન એ ભારત સરકારના ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી- IITM), પુણે દ્વારા વિકસાવવામાં આવેલી એક મોબાઈલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને તેમના સ્થાનની આસપાસ વીજળી પડવાની સંભાવના વિશે રીઅલ-ટાઇમ ચેતવણીઓ પ્રદાન કરવાનો છે. જેથી લોકો સમયસર સાવધાન રહી શકે અને પોતાને તેમજ પોતાની સંપત્તિને સુરક્ષિત રાખી શકે. તે ભારતમાં વીજળી પડવાની ઘટનાઓને ટ્રેક કરવા માટે નેટવર્ક સેન્સરનો ઉપયોગ કરે છે અને આ માહિતીને સરળતાથી સુલભ બનાવે છે. આ એપ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઉપયોગી છે, જ્યારે વીજળી પડવાની ઘટનાઓ વધુ બને છે.

    દામિની એપ્લિકેશનની મુખ્ય વિશેષતાઓ

    દામિની એપ્લિકેશન ઘણી મહત્ત્વપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે, જે હવામાન સંબંધિત માહિતીની સાથે વીજળીથી થતા જોખમો સામે રક્ષણ મેળવવા માટે એક આદર્શ અને અત્યંત ઉપયોગી છે.

    રીઅલ-ટાઇમ વીજળીની ચેતવણીઓ:- આ એપ્લિકેશનની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે, તે તમારા વર્તમાન સ્થાનની આસપાસ ૨૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા વિશે રીઅલ-ટાઇમ ચેતવણીઓ આપે છે. આ ચેતવણીઓ તમને સુરક્ષિત આશ્રય શોધવા માટે પૂરતો સમય પૂરો પાડે છે. આ માહિતી લાઈટનિંગ ડિટેક્શન સેન્સર્સ અને સેટેલાઈટ ડેટાના આધારે પૂરી પાડવામાં આવે છે.
    વીજળી પડવાના લોકેશન-આધારિત માહિતી:- આ એપ વપરાશકર્તાના GPS લોકેશનનો ઉપયોગ કરીને, તેમના વિસ્તારને લગતી ચોક્કસ માહિતી આપે છે. જેથી વપરાશકર્તાઓને તેમના નજીકના વિસ્તારની હવામાન સ્થિતિની સચોટ માહિતી મળે છે. કયા વિસ્તારોમાં વીજળી પડવાનું જોખમ વધારે છે તે જાણી શકાય છે.
    વીજળીથી સુરક્ષા – સલામતીની માહિતી:- એપ્લિકેશન માત્ર ચેતવણીઓ જ નહીં, પરંતુ વીજળીથી બચવા માટેની મહત્વપૂર્ણ સુરક્ષા ટિપ્સ પણ આપે છે. વીજળી પડવાની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ખુલ્લા મેદાનમાં ન રહેવું, ઝાડ નીચે ઊભા ન રહેવું, અને ધાતુની વસ્તુઓથી દૂર રહેવું જેવી સલાહ આપવામાં આવે છે. જે લોકોમાં જાગૃતતા લાવે છે અને સુરક્ષિત રહેવા માટે જરૂરી પગલાં લેવામાં મદદ કરે છે.
    નોટિફિકેશન સાથે સમય અને તીવ્રતાની માહિતી:- એપ્લિકેશન વીજળી પડવાના સમય અને તેની તીવ્રતા વિશે પણ માહિતી આપે છે, જે વપરાશકર્તાઓને પરિસ્થિતિની ગંભીરતા સમજવામાં મદદ કરે છે. આપોઆપ નોટિફિકેશન સુવિધા હોવાથી, જ્યારે વપરાશકર્તાના વિસ્તારમાં વીજળી પડવાનું જોખમ હોય તો સમયસર સાવધાન થઈ શકે છે.
    યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ: એપનું ઇન્ટરફેસ ખૂબ જ સરળ અને સમજવામાં સહેલું છે, જેનાથી ઓછું શિક્ષણ ધરાવતા લોકો પણ તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.
    બહુભાષી સપોર્ટ:- દામિની એપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોના લોકો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે.

    દામિની એપ્લિકેશનનું મહત્વ:
    વીજળી પડવાની ઘટનાઓ ભારતમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, મૃત્યુ અને ઈજાનું એક મુખ્ય કારણ છે. એક અંદાજ પ્રમાણે, ભારતમાં અંદાજે ૨૦૦૦થી વધુ લોકો વીજળી પડવાના કારણે મૃત્યુ પામે છે. ત્યારે દામિની એપ્લિકેશન આ સમસ્યાનો સામનો કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    જીવન બચાવે છે: સમયસર ચેતવણીઓ પ્રદાન કરીને, દામિની એપ્લિકેશન લોકોને સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે સક્ષમ બનાવે છે, જેનાથી ઘણા લોકોના જીવ બચી શકે છે.
    નુકસાન ઘટાડે છે: વીજળી ખેતરો, પશુધન અને ઈમારતોને પણ નુકસાન પહોંચાડી શકે છે. ચેતવણીઓ દ્વારા ખેડૂતો તેમના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી શકે છે અને અન્ય સાવચેતીનાં પગલાં લઈ શકે છે.
    જાગૃતિ લાવે છે: આ એપ્લિકેશન વીજળીના જોખમો વિશે જાગૃતિ લાવે છે અને લોકોને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તે શીખવે છે.
    સરકારી પ્રયાસોને ટેકો: ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સરકારના પ્રયાસોને મજબૂત બનાવે છે અને કુદરતી આફતોથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.
    ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી: ખેડૂતો જેઓ ખુલ્લામાં કામ કરે છે, તેમના માટે આ એપ્લિકેશન જીવનરક્ષક સાબિત થઈ શકે છે.

    એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?

    ડાઉનલોડ અને ઇન્સ્ટોલ:- દામિની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર (એન્ડ્રોઇડ માટે) અને એપલ એપ સ્ટોર (iOS માટે) પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. “Damini Lightning Alert” સર્ચ કરીને તેને ડાઉનલોડ કરો.
    લોકેશન પરવાનગી:- એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તેને તમારા ફોનના GPS લોકેશનની મંજૂરી આપવી પડશે. જેથી એપ્લિકેશન તમને તમારા વિસ્તારની સચોટ ચેતવણીઓ પૂરી પાડી શકે.
    રજિસ્ટ્રેશન:- એપમાં તમારું નામ, મોબાઇલ નંબર, સરનામું દાખલ કરીને રજિસ્ટર કરો. તમે અન્ય મિત્ર કે ખેડૂતમિત્રનું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. આ પ્રક્રિયા ઝડપી અને સરળ છે.
    નોટિફિકેશન ચાલુ રાખો:- એપની નોટિફિકેશન સુવિધા ચાલુ રાખો, જેથી વીજળીની ચેતવણી તરત જ મળી શકે.
    માહિતીનો ઉપયોગ:- એપ ખોલતાં જ તમને તમારા વિસ્તારના હવામાન અને વીજળીની સ્થિતિ વિશેની માહિતી મળશે. તેમાં નકશા પર વીજળી પડવાના સ્થળો પણ દર્શાવવામાં આવે છે.

    આમ, દામિની એપ્લિકેશન એ એક અત્યંત આવશ્યક એપ્લીકેશન છે. જે વીજળીના જોખમ સામે નાગરિકોને સુરક્ષિત રહેવામાં મદદ કરે છે. ટેકનોલોજીનો આ સ્માર્ટ ઉપયોગ કુદરતી આફતોના પડકારોનો સામનો કરવામાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને “આત્મનિર્ભર ભારત” ના વિઝનને મજબૂત બનાવે છે. દરેક નાગરિકે, ખાસ કરીને જેઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અથવા બહાર વધુ સમય વિતાવે છે, તેઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ. ‘અગમચેતી એ જ સલામતી’. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે વીજળી પડવાની ઘટનાઓ અંગે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. દામિની જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને, સાવચેતીના પગલાં અપનાવીને આપણે પોતાને અને આપણા પ્રિયજનોને સુરક્ષિત રાખી શકીએ છીએ.

    જો તમે હજુ સુધી દામિની એપ ડાઉનલોડ ન કરી હોય, તો આજે જ તેને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો અને પોતાને તેમજ તમારા પરિવારને વીજળીના જોખમથી સુરક્ષિત રાખો. આ એપ માત્ર એક એપ્લિકેશન નથી, પરંતુ તમારી સલામતીનો એક વિશ્વસનીય સાથી છે.

    આલેખન:- ભાવિકા લીંબાસીયા
    માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    Bhavika Limbasiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 8

    July 14, 2025
    લેખ

    World Youth Skillsદિવસ ૧૫ જુલાઈ ૨૦૨૫ -કૃત્રિમ અને ડિજિટલ કૌશલ્ય દ્વારા યુવા સશક્તિકરણ

    July 14, 2025
    લેખ

    Trump રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, તેઓ પોતાની નીતિઓ અને નિવેદનો માટે હેડલાઇન્સમાં રહ્યા છે

    July 14, 2025
    લેખ

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-10

    July 14, 2025
    લેખ

    તંત્રી લેખ…પાઇલટ્‌સ પર સંપૂર્ણ દોષ ઢોળવાનો પ્રયાસ

    July 14, 2025
    લેખ

    સરકારનું ઓપરેશન કલાનેમી-નકલી દંભી સાધુઓ અને સંતોમાં ભારે ગભરાટ

    July 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી

    July 14, 2025

    Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત

    July 14, 2025

    Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ

    July 14, 2025

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2025

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2025

    Nimuben Bambhania ના હસ્તે તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ કરાયું

    July 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી

    July 14, 2025

    Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત

    July 14, 2025

    Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ

    July 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.