TALAJA,11
ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે મોડીરાત્રે તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું. 75 વર્ષીય નર્મદાબેનના નિધન મહુવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે 9 વાગે સમાધિ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરારાબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણીએ મંગળવારે રાત્રે 1:30 વાગે મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે 9 વાગે તેમના પાર્થિવદેહ સમાધિ આપવામાં આવી હતી.નર્મદાબેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાથી તેમને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબેનના નિધનના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે. નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સ્વેચ્છાએ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.