વોટ્સએપ નંબર, મોબાઈલ નંબર અને બેંક ખાતા ધારકો સહીત ૯ વિરુદ્ધ ફરિયાદ
Morb તા.૧૧
હાલના દિવસોમાં શેર માર્કેટમાં જોવા મળેલી તુફાની તેજી બાદ રોકાણકારોનો શેરબજાર તરફ આકર્ષાઈ રહ્યા છે તો ઠગ ટોળકી આવી તકનો લાભ લઈને રોકાણ કરાવી સારો નફો આપવાની લાલચ આપી ચીટીંગ કરી રહી છે મોરબીમાં આવા અનેક કિસ્સાઓ બની ગયા છે છતાં લોકો ચેતી રહ્યા નથી ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વેપારીએ ૧૩.૭૫ લાખ ગુમાવ્યા બાદ ચીટીંગ થયાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા શૈલેશભાઈ નારણભાઈ ઓધવીયાએ વોટ્સએપ નંબર, બે મોબાઈલ નંબર, ઈન્દુસન્ડ બેંક અને પંજાબ નેશનલ બેંક ખાતા ધારકો સહીત નવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦-૦૨-૨૦૨૪ ના રોજ વોટ્સએપમાં સ્ટોક વેનગાર્ડ ગ્રુપમાં એડ કર્યા હતા અને પ્રોફાઈલ ચેક કરતા નામ વનિતા ગોયલ લખેલું આવતું હતું ગ્રુપમાં એડમીન કરણ વીરધીલોન તેમજ અન્ય મોબાઈલ નંબર વાળા હતા જેને વોટ્સએપ ચેટીંગ દ્વારા શેરબજારમાં રોકાણ કરવા અને શેર ખરીદ વેચાણ કરવા ટીપ્સ મોકલતા હતા શૈલેશભાઈ પણ શેરમાર્કેટમાં રોકાણ કરતા હોય જેથી રોકાણ માટેની અકઈંઈઊ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી અને લોગીન કર્યું હતું બાદમાં તા. ૦૮-૦૪-૨૦૨૪ ના રોજ ૨ લાખ, તા. ૧૨-૦૪-૨૪ ના રોજ ૧ લાખ, ૧૫-૦૪-૨૦૨૪ ના રોજ ૩ લાખ, તા. ૧૮-૦૪-૨૪ ના રોજ ૨.૭૫ લાખ અને તા. ૨૩-૦૪-૨૪ ના રોજ ૧૦ લાખ જમા કર્યા હતા
કુલ રૂ ૧૩.૭૫ લાખ સામાવાળાના કહેવા મુજબ રોકાણ કર્યું હતું અને શેરનું લે વેચ અને અલગ અલગ કંપનીના આઈપીઓ ભર્યા હતા પ્રોફિટ સાથે કુલ રૂ ૩૯.૫૦ લાખ બતાવતા હતા જેથી અમુક રકમ ખાતામાં વિડ્રો કરવા પ્રયાસ કર્યો હતો જે થયો નહિ જેથી વનિતા ગોયલના વોટ્સએપમાં કોલ કરી રૂપિયા ઉપાડવા બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તમારો ક્રેડીટ સ્કોર ઓછો છે જેથી રૂ ૨.૫૦ લાખ જમા કરવા પડશે અને શંકા ગઈ હતી જેથી વધુ રૂપિયાનું રોકાણ કર્યું નહી. રોકાણના રૂ ૧૩.૭૫ અને રોકાણ પેટે નફાના રૂ ૨૫.૭૫ લાખ મળીને કુલ રૂ ૩૯.૫૦ લાખ પરત આપવા વોટ્સએપ પર અવારનવાર કોલ કરતો હતો પરંતુ રૂપિયા પરત મળ્યા નહિ અને છેતરપીંડી થયાની જાણ થઇ હતી
આમ શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી વોટ્સએપ નંબર ૮૭૫૫૩૩૮૩૯૭ થી વાત કરનાર વનિતા ગોયલ, મોબાઈલ નંબર ૯૭૫૨૦ ૪૯૫૪૪ થી વાત કરનાર કરણવીર ધિલોન, મો, ૯૬૩૦૧ ૦૫૯૯૪ ગ્રુપ એડમીન તેમજ મો. ૮૭૯૧૧ ૦૩૫૮૬ ગ્રુપ એડમીન મોબાઈલ ધારક તેમજ ઈન્દુસન્ડ બેંક અને પંજાબ નેશનલ બેંક ખાતા ધારકો સહીત ૯ વિરુદ્ધ ૧૩.૭૫ લાખની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે