Morbi તા.૧૧
બેલા ગામની સીમમાં આવેલ સિરામિકમાં દારૂ પીને યુવાન છત પર ચડ્યો હતો અને છત પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બેલા ગામની સીમમાં આવેલ એડ્રોડ સિરામિકમાં કામ કરતા દેવાભાઈ રસિકભાઈ ગોવાણી (ઉ.વ.૨૭) નામના યુવાન ગત તા. ૧૦-૧૧ ના રોજ રાત્રીના ૧૨ : ૩૦ આસપાસ દારૂ પીને સિરામિક છત પર ચડી ગયો હતો અને છત પરથી પડી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે